હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના માહિતી નિયામક તરીકે આર.કે.મહેતાની નિમણુંક થતા આજે તેઓએ તેમનો પદભાર સંભાળી લીધો છે. ૨૦૧૧ની બેચના આઇ.એ.એસ. ઓફિસર મહેતા આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. મહેતા આ અગાઉ વર્લ્ડ બેન્ક દ્વારા ફાયનાન્સ કરેલ ગુજરાત રેઝિલિયન્ટ સીટીઝ પ્રોગ્રામમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તરીકે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે, ભારત સરકારના ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન લિમિટેડમાં ડેપ્યુટી ચિફ પ્રોજેક્ટ મેનેજર તરીકે તથા અમદાવાદ શહેરમાં સિટી ડેપ્યુટી કલેક્ટર સહિત વિવિધ જિલ્લાઓમાં સેવાઓ આપી…
Read MoreMonth: April 2022
ચિત્રા ખાતે ધર્મસભા, અભિવાદન સમારોહ અને સંતવાણીના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના આંગણે આવતીકાલે રાત્રે-૮૦૦ કલાકે ચિત્રા ખાતે આવેલાં ઓમ પાર્ટી પ્લોટ ખાતે ‘શક્તિઆરાધના ધર્મોત્સવ’ ના નામે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી આર.સી. મકવાણા સહિતના સાધુ સંતો, રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, ભાજપ પ્રદેશ ઉપાઘ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા,પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર કીર્તિબેન દાણીધારીયા સહિતના રાજકીય મહાનુભાવો અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે , ભાવનગર એસ.પી. ડો. રવિન્દ્ર પટેલ, રાજકોટ (ગ્રામ્ય) એસ.પી. જયપાલસિંહ રાઠોડ, ભાવનગર એ.એસ.પી સફીન હસન…
Read Moreજિલ્લા ઉદ્યોગ કેન્દ્ર – ભાવનગર દ્વારા માનવ કલ્યાણ યોજના વર્ષ ૨૦૨૨-૨૩ હેઠળ સ્વરોજગારલક્ષી સાધનો – કીટ્સ મેળવવાની તક
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના ૨૦૨૨-૨૩ હેઠળ સ્વરોજગારલક્ષી સાધનો – કિટ્સ મેળવવા ઇચ્છતા અને સરકારએ ઠરાવેલ માપદંડો ધરાવતા અરજદારઓએ તા.૧૫-૦૫-૨૦૨૨ સુધીમાં http://e-kutir.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટસ પણ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. અધુરી મળેલ અરજી દફતરે કરવામાં આવશે. સરકાર દ્વારા નક્કી થયેલ માપદંડ મુજબ અરજદારના કુટુંબની આવક શહેરી વિસ્તારમાં ૧૫૦ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧.૨૦ લાખ કરતા ઓછી હોવી જોઇએ, જાહેરાતની તારીખે ઉંમર ૧૬ વર્ષથી ઓછી નહીં અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. અગાઉના વર્ષોમાં અરજદાર કે કુટુંબના…
Read More“આઝાદીકા અમૃત મહોત્સવ” ઉજવણી નિમિતે ડો.બાબાસાહેબ આંબેડકરનાં જીવન ઝરમર અંગેનાં ફોટોગ્રાફ્સ આધારીત પ્રદર્શન યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર નિયામક ગુજરાત રાજ્ય અભિલેખાગાર ખાતુ ગાંધીનગરની સુચના મુજબ “આઝાદીકા અમૃત મહોત્સવ” ઉજવણી નિમિતે જીલ્લા અભિલેખાગાર કચેરી, દરબારી કોઠાર બિલ્ડીંગ, સેલારશા રોડ, ભાવનગર દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરનાં જીવન ઝરમર અંગેના ફોટોગ્રાફસ આધારીત પ્રદર્શન તા.૧૪/૦૪/૨૦૨૨ને ગુરૂવારનાં રોજ સવારનાં ૧૧-૦૦ થી સાંજનાં ૫-૩૦ કલાક સુધી આ કચેરી ખાતે જાહેર જનતા તથા શાળા કોલેજના વિધાર્થીઓ માટે ખુલ્લુ રહેશે, જેનો લાભ લેવા જાહેર જનતાને ભાવભર્યુ આમંત્રણ જીલ્લા અભિલેખાગાર કચેરી, ભાવનગર દ્વારા અપાયું છે. બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી
Read Moreમાઈધાર ગામે પદ અને હોદ્દાનો ભાર હળવો કરીને મહાનુભાવો નાચ્યાં
હિન્દ ન્યુઝ, ભાવનગર શેત્રુંજીની છાયામાં ‘વસુંધરાની વાણી’ ઉપક્રમમાં માઈધાર ગામે યોજાયેલ કાર્યક્રમમાં શ્રોતા-દર્શક બનેલાં મહાનુભાવો પદ અને હોદ્દાનો ભાર હળવો કરીને નાચ્યાં હતાં. જાણીતા સર્જક ધ્રુવ ભટ્ટના આયોજન અને કાર્યકર્તા ગાયક શબનમ વિરાણીના સંકલન સાથે ત્રિદિવસીય ‘વસુંધરાની વાણી’ કાર્યક્રમોમાં સણોસરા, માંડવડા, બેલા, માંડવાળી, ટીમાણા તથા માઈધાર ખાતે દેશના વિવિધ ભાગના લોક કલાકારોએ વિવિધ સ્થાનિક ભાષાની ભજન અને લોકવાણી પ્રસ્તુત કરી હતી. રવિવારે સાંજે માઈધાર ખાતેના કાર્યક્રમમાં આ કલાકારોએ પોતાની કળાની પરાકાષ્ઠાએ પ્રસ્તુતિ કરી જ્યાં ધ્રુવ ભટ્ટ, અરુણભાઈ દવે, નલિનભાઈ પંડિત, મહેન્દ્રસિંહ પરમાર સહિત સ્થાનિક આગેવાન કાર્યકરો અને…
Read Moreઆર.ટી.ઓ. કચેરી દ્વારા હળવા મોટર વાહન અને દ્રીચક્રી મોટર વાહન માટે બાકી બચેલ સીરીઝ અંગેની અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા હળવા મોટર વાહન માટેની બાકી બચેલ ગોલ્ડન તથા સિલ્વર સીરીઝ GJ-04-EA 0001 થી 9999 અને દ્રીચક્રી મોટર વાહન માટેની બાકી બચેલ ગોલ્ડન તથા સિલ્વર સીરીઝ GJ- 04-EB 0001 થી 9999 ની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૧૮-૦૪-૨૦૨૨ થી તા.૨૦-૦૪-૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૨૧-૦૪-૨૦૨૨ થી તા.૨૨-૦૪-૨૦૨૨ સુધી સવારનાં ૧૦:૦૦ થી સાંજના ૪:૦૦ કલાક સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. આ ઈ-ઓક્શન પ્રક્રીયાનું પરીણામ તા.૨૫-૦૪-૨૦૨૨ નાં રોજ સાંજનાં ૪:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વધુ વિગતો તેમજ માહિતી…
Read Moreઅનુસુચિત જાતિનાં તેજસ્વી વિધાર્થીઓને CBSE માન્ય શાળાઓમાં વિનામૂલ્યે શિક્ષણ અંગે
હિન્દ ન્યુઝ, મહીસાગર કેન્દ્ર સરકારનાં સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા અનુસુચિત જાતિનાં વિદ્યાર્થીઓ માટે SCHEME FOR RESIDENTIAL EDUCATION FOR STUDENTS IN HIGH SCHOOLS IN TARGETED AREAS (SHRESHTHA) યોજના અમલમાં છે.ઉક્ત યોજના અંતર્ગત ધો.9 થી 12માં અભ્યાસ કરતાં અનુસુચિત જાતિનાં તેજસ્વી વિધાર્થીઓને CBSE માન્ય શાળાઓમાં વિનામૂલ્યે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવનાર છે. ઉક્ત યોજનામાં વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે NATIONAL TESTING AGENCY (NTA) દ્વારા NATIONAL ENTRANCE TEST FOR SHRESHTHA (NETS) લેવામાં આવનાર છે વર્ષ 22-23 માટે અનુસુચિત જાતિના વિધાર્થીઓને ધો.9 અને 11માં પ્રવેશ મેળવવા માટે NATIONAL TESTING AGENCY (NTA)…
Read Moreબરવાળા તાલુકાના ચોકડી ખાતે તા.૦૯ એપ્રિલ ૨૦૨૨ ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ બરવાળા પ્રાંત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમ મારફત વિવિધ સરકારી સેવાઓ તથા વિવિધ વિભાગની યોજનાને લગતા વ્યકિતગત પ્રશ્નોના નિકાલ માટે બરવાળા તાલુકાના ચોકડી પ્રાથમિક શાળા ખાતે તા.૦૯-૦૪-૨૦૨૨ ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં નાગરિકો તરફથી આવક, જાતિ, ક્રીમીલીયર, ડોમીસાઈલ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ, મા અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઈશ્યુ કરવા, કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતી, વિભાગોની સ્કીમ હેઠળના વ્યકિતગત લાભો માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરીકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલર્શીપ યોજનાના લાભો,…
Read Moreબોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કોઈ કાઢે નહી તે માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં જુદી – જુદી સંસ્થાઓ/રાજકીય પાર્ટીઓ, અરજદારઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા/સરઘસ/રેલી/ઉપવાસ જેવા કાર્યક્રમ કરતા હોય છે. જેના કારણે તંગદીલી જેવુ વાતાવરણ સર્જાય અને આવા કિસ્સામાં મોટી સંખ્યામાં લોક દ્વારા તેમની રજુઆત કરતા વર્ગવિગ્રહ જેવા બનાવો પણ જિલ્લામાં બનવાની શક્યતા હોય છે. તેમજ ભુતકાળના બનાવો ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને માલ મિલ્કતને નુકશાન થાય છે. જેથી બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા સરઘસ રેલી વગર પરવાનગીએ…
Read Moreબોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાં ફરમાવી હથિયાર બંધી
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તથા સુલેહ શાંતિ જાળવવા આ માસ દરમ્યાન અમુક પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, લાકડીઓ, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરીક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ અને બોટાદ જિલ્લામાં જાહેર શાંતિ – સલામતી જાળવવા આગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતાં બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ…
Read More