જૂનાગઢના વિવિધ ગામોમાં લીડ બેન્ક, નાબાર્ડ, આરસેટી સહિત વિવિધ બેન્કો દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા દ્વારા તા.૧૪ થી ૧૮ ફેબ્રુઆરી સુધી નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ છે. આ સપ્તાહ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં પણ નાણાકીય સાક્ષરતા અંતર્ગત GO DIGITAL GO SECUREનો મેસેજ આપવા માટે લીડ બેન્ક, નાબાર્ડ, આરસેટી અને જૂદી જૂદી બેન્કો દ્વારા જૂદા જૂદા સ્થળે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા.૧૪ ફેબ્રુઆરીના રોજ ભેંસાણ એસ.બી.આઈ છોડવડી તથા તા.૧૫ ફેબ્રુઆરીના રોજ એસ.બી.આઈ અજાબ તેમજ બેન્ક ઑફ બરોડા કેશોદ, એસ.બી.આઈ મેંદરડા તથા નાણાકીય સાક્ષરતા કેન્દ્ર મેંદરડા દ્વારા દાત્રાણા ખાતે, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક દ્વારા સમઢિયાળા, મેંદરડા તથા એસ.બી.આઈ આલીધ્રા…

Read More

પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં કેશોદ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની પશુપાલન શિબિર કેશોદ ખાતે યોજાઇ હતી. જેમાં ખેડૂતોને પશુપાલન વ્યવસાયને લગતી અદ્યતન માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી દેવાભાઈ માલમ જણાવ્યું હતું કે હાલમાં ખેતી સાથે પશુપાલન વ્યવસાય પણ મોટા પ્રમાણમાં વિકસી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ, નીતિઓ કાર્યરત કરીને પશુપાલનને આધુનિક બનાવવા તેમજ પશુપાલકોની આવક વધારવા માટે પ્રયાસો કરવામાં આવે છે. મંત્રી દેવાભાઈએ રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા કાર્યરત યોજનાઓનો લાભ લેવા, વૈજ્ઞાનિક પદ્ધતિનો પશુપાલનમાં અમલ કરવા પશુપાલકોને અનુરોધ કર્યો હતો.…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં ૨૬મી ફેબ્રઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે, લાભાર્થીઓને હાથો હાથ યોજનાકીય લાભોનુ વિતરણ કરાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં યોજનાકીય સાધન–સહાય, રોગગારલક્ષી કીટ, રોકડ સહાય સહિતાના લાભોનુ વિતરણ કરવા માટે એ.પી.એમ.સી. કાજલી ખાતે તા.૨૬-૦૨-૨૦૨૨ના રોજ ગરીબ કલ્યાણ મેળાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં અમરેલી સ્થિતથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. મહત્વનુ છે કે, રાજ્ય સરકારની લોક કલ્યાણની યોજનાઓનો લાભ જરૂરિયાતમંદોને હાથો હાથ આપવા માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે. જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળા-૨૦૨૨ની પૂર્વ તૈયારીઓ કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકની પૂર્વે ગરીબ…

Read More

ગીર સોમનાથ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી, પ્રજાલક્ષી પ્રશ્નો ઉકેલવા કરાયો વિચાર વિમર્શ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં કલેક્ટરએ પ્રજાલક્ષી પ્રશ્નોનુ નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ઈણાજ ખાતેના જિલ્લા સેવા સદનમાં મળેલી બેઠકમાં ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે જમીનની વારસાઈ એન્ટ્રી, વીજળી સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. તેમજ તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે તૌકતે વાવાજોડામાં ધરાશાયી થયેલા એક ખેડૂતના વૃક્ષોના નિકાલ માટેની રજૂઆત કરી હતી. આ સંદર્ભે કલેક્ટરએ પશ્નોના હકારાત્મક ઉકેલ લાવવા માટે સૂચના આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.વી. લિંબાસીયા, ઉનાના પ્રાંત અધિકારી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક કલેકટર એમ.એ. પંડયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઇ

હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક આજ રોજ કલેકટર એમ.એ. પંડયાના અધ્‍યક્ષ સ્‍થાને કલેકટર કચેરી, જિલ્‍લા સેવા સદન, ખંભાળીયાના સભાખંડમાં મળી હતી. બેઠકમાં ધારાસભ્‍ય દ્વારા રજુ થયેલ પ્રશ્‍નોનો ત્‍વરિત સંતોષકારક નિકાલ કરવા લગત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. ત્‍યાર બાદ સંકલન/ફરિયાદ સમિતિના મુદા જેવાકે, લોકો તરફથી મળેલ અરજીઓનો નિકાલ, નાગરિક અધિકાર પત્ર હેઠળ મળેલ અરજીઓ, પેન્‍શન કેશ, અવેઇટ કેઇસ, સરકારી લ્‍હેણાની વસુલાત, વગેરેના પ્રશ્‍નોની નિવાસી અધિક કલેકટર કે.એમ.જાની દ્વારા વાંચન કરવામાં આવ્‍યું હતું. તેમજ ચર્ચા વિચારણા કરી બાકી રહેતા પ્રશ્નોનું તાત્‍કાલીક નિરાકરણ લાવવા જણાવ્‍યું…

Read More

મોરબીમાં યોજાનાર રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાની તૈયારીના ભાગરૂપે સંબંધિત વિભાગોના અધિકારીઓની બેઠક મળી

હિન્દ ન્યુઝ, મોરબી આગામી ૨૫મી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં મોરબી ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે ત્યારે આ ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવની વિશેષ ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત શુક્રવારે કલેક્ટર કચેરીના સભા ખંડમાં યોજાયેલ બેઠકમાં સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓ દ્વારા લગત યોજનાઓના લાભાર્થીઓની ડેટા એન્ટ્રી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર જે.બી. પટેલે તમામ અધિકારીઓને સમયમર્યાદામાં લાભાર્થીઓની ડેટા એન્ટ્રી બદલ અભિનંદન પાઠવી આગામી સમયમાં લાભાર્થીઓને તેમના લાભો હાથો-હાથ પહોંચાડવાની કામગીરી પણ…

Read More

મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જિલ્લા પંચાયતની મહેન્દ્રનગર બેઠકના ગામોનો લોકસંપર્ક કર્યો

હિન્દ ન્યુઝ, મોરબી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાતયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ શુક્રાવારના રોજ મોરબી જિલ્લા પંચાયતની મહેન્દ્રનગર બેઠકમાં આવતા ગામડાઓનો પ્રવાસ કર્યો હતો. મહેન્દ્રનગર બેઠકમાં આવતા ઇન્દીરાનગર, મહેન્દનગર, પીપડી, બેલા, શનાળા (ત) સહિતના ગામોનો પ્રવાસ કરીને મંત્રીએ ગ્રામ્ય વિસ્તારોનો લોકસંપર્ક સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળીને સ્થળ પર નિકાલ કરવાના પ્રયાસો કર્યા હતા. મંત્રીના પ્રવાસ દરમિયાન મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ તેમજ સ્થાનિક પદાધિકારીઓએ સાથે રહીને સ્થાનિક પ્રશ્નોના નિકારણ અંગે વિશેષ પ્રયાસો હાથ ધર્યા હતા. આ પ્રસંગે વિવિધ સ્થાનો પર સ્થાનિક લોકોને…

Read More

વિરલ યોગ સેન્ટર – અંજાર(કરછ) ની ટીમે નેશનલ (ઇન્ડિયા) લેવલે વગાડ્યો ડન્કો સતત ૧૦ કલાક ૧૨,૮૭૯ સૂર્યનમસ્કાર કર્યા અને ભાસ્કર એવોર્ડ જીત્યો

હિન્દ ન્યુઝ, ભુજ અખિલ ભારતીય યોગ સંઘ દ્વારા આયોજિત ભાસ્કર એવોર્ડ – ઓલ ઇન્ડિયા ગૃપ સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશીપ-૨૦૨૨ કચ્છ-ગુજરાત માં સ્થિત અંજારના વિરલ યોગ સેન્ટરની ટીમએ હાંસિલ કર્યો છે. ટીમના સાત ખેલાડીઓ વિરલભાઈ આહિર (વર્લ્ડ રેકૉર્ડ હોલ્ડર), દ્રષ્ટિબેન આહિર, મમતાબેન નેગાન્ધી, જાગૃતિબેન ભાટિયા, હેતલબેન આહિર,કૌશિકભાઈ આહિર, ધૈર્યભાઈ દવે એ મળીને સતત દસ કલાકમાં ૧૨,૮૭૯ સૂર્ય નમસ્કાર કર્યાં. વિરલ યોગ સેન્ટરના સાધકો એન કેવળ જિલ્લા સ્તરીય, રાજ્ય સ્તરીય હરીફાઈઓમાં ડંકો વગાડ્યો છે પણ નેશનલ લેવલ હરીફાઈ જીતી અંજાર, કચ્છનું નામ અગ્રેસર કર્યું છે. વિરલ યોગ કેન્દ્રના પરિવાર તરફથી તમામ ભાઈઓને અભિનંદન…

Read More

અમરેલી કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, અમરેલી લોકોના મોટાભાગના પ્રશ્નોનો સ્થાનિક કક્ષાની તાલુકા સંકલન બેઠકમાં નિકાલ કરવા કલેક્ટરએ અધિકારીઓને તાકીદ કરી સંકલનમાં ચર્ચાયેલ પ્રશ્નોનું ફોલોઅપ નિયમિતપણે લેવા કલેક્ટરની અધિકારીઓને સૂચના અમરેલી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના લોકપ્રતિનિધિઓ દ્વારા તાલુકાના વિવિધ ગામોના વિકાસલક્ષી કામોની સંકલન તથા ફરિયાદ સમિતિના પ્રશ્નોને જિલ્લા કલેકટર સમક્ષ રજુ કરાવામાં આવ્યા હતા. બેઠકમાં કલેક્ટરએ લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ તાત્કાલિક અને કાયમી ધોરણે નિરાકરણ લાવવા અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી એક થી વધુ વિભાગો સાથે…

Read More

જામનગર જિલ્લામાં આગામી ૨૬મી ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર રાજય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૨૪, ૨૫, ૨૬ ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જામનગર જિલ્લામાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા સેવાસદનના સભાખંડમાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર જામનગર જિલ્લામાં આગામી તારીખ ૨૬મી ફેબ્રુઆરીના રોજ સવારે ૯ કલાકે હાપા સ્થિત માર્કેટિંગ યાર્ડ ખાતે મુખ્ય કાર્યક્રમ, સ્ટોલ, પ્રદર્શન સહિતના આયોજનો સાથે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મળો યોજાશે. જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ, સહાય વિતરણ કરવામાં આવશે. અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરએ…

Read More