વેરાવળ-પાટણ જોડિયા શહેર મા વર્ષોથી બંધ સીટી બસ ને ફરીથી શરૂ કરવા નગરસેવક ની લોક માંગ

હિન્દ ન્યુઝ, વેરાવળ વેરાવળ અને પાટણ બન્ને જોડિયા શહેર છે અને શહેરી વિસ્તારમાં લગભગ 2 લાખ લોકો વસવાટ કરે છે. બંને વિસ્તાર માંથી લોકો રોજી રોજગાર માટે તેમજ સામાજીક અને શૈક્ષણિક કર્યો માટે અને શ્રદ્ધાળુઓ દરરોજ અવર જવર મોટા પાયે કરે છે. જેમાં નોકરીયાત, વિધાર્થીઓ અને શ્રાવણ માસમાં અવર જવર કરતા લોકોની તકલીફ દૂર કરવા અફઝલ પંજા ની ડેપ્યુટી કલેકટર ને લેખિત રજૂઆત રિપોર્ટર : મો.સઈદ મહિડા, વેરાવળ

Read More

‘‘સુશાસનના પાંચ વર્ષ’’ અંતર્ગત વિકાસ દિન નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અનેકવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ લાભાર્થીઓને સહાયના હુકમો એનાયત કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, મોરબી સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘‘સુશાસનના પાંચ વર્ષ’’ અંતર્ગત વિકાસ દિન નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અનેકવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ લાભાર્થીઓને સહાયના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. મોરબી એપીએમસી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલીયાએ જણાવ્યું હતુ કે, મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્‍વ હેઠળ સમગ્ર રાજયમાં તમામ ક્ષેત્રે વિકાસ થયો છે. સમતોલીત વિકાસ થકી રાજયમાં સામાજિક જીવન સ્થિર થયું છે. આ ઉપરાંત કોરોના જેવી મહામારીના સમયમાં પણ સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી તેમજ રાજયમાં મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સતત માર્ગદર્શન…

Read More

પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ ઉત્સવનો પ્રારંભ તા.09/08/2021 શ્રાવણ સુદ એકમને સોમવારે થશે

હિન્દ ન્યૂઝ, સોમનાથ, પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ ઉત્સવનો પ્રારંભ તા.09/08/2021 શ્રાવણ સુદ એકમને સોમવારે થશે અને પૂર્ણાહુતી તા.06/09/2021 શ્રાવણ વદ અમાસ ને સોમવારે થશે. ઓનલાઇન પ્રવેશપાસ માટે રજીસ્ટેશન, પૂજાવિધિ જેમાં મહામૃત્યુંજય મંત્રજાપ, યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા, પૂજાવિધિઓ શ્રધ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG પરથી ઓનલાઇન પૂજાવિધિ નોંધાવી શકશે. વિશેષમાં ઓનલાઇન પૂજાવિધિ નોંધાવનારને ઝુમ એપના માધ્યમથી ઘરેબેઠા પૂજાવિધિનો ઇ-સંકલ્પ કરાવવામાં આવશે. ટ્રસ્ટની વેબસાઇટ પરથી સાગરદર્શન, લીલાવતી, માહેશ્વરી અતિથિભવનોમાં રુમોનું ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાશે. કોરોના વૈશ્વિક મહામારી અંગેની સરકારની ગાઇડલાઇનના ચુસ્ત અમલ સાથે શ્રધ્ધાળુઓને દર્શન…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં વિકાસ દિવસ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ રાજ્ય સરકારના પાંચ વર્ષ ઉજવણી અંતર્ગત વિકાસ દિવસની ઉજવણી સોમનાથ રામમંદીર ઓડીટોરીયમમાં આરોગ્ય અને તબીબી શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રી કીશોરભાઇ કાનાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા અથવા બે રૂમ કે તેથી ઓછા રૂમવાળા કાચા આવાસ ધરાવતા કુટુંબોને આવાસ બાંધકામ માટે રૂા. ૧,૨૦,૦૦૦ની સહાય મળવાપાત્ર થાય છે. તેમજ મનરેગા યોજના સાથે કન્વર્જન કરી ૯૦ દિવસની મજુરીપેટે મકાન બાંધકામ માટે રૂા. ૨૦,૬૧૦ સુધીની વધારાની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડા-૪૨, કોડીનાર-૩૭, વેરાવળ-૪૦, સુત્રાપાડા-૨૦, તાલાળા-૭૬ અને ઉના-૯૩ તાલુકાઓમાં કુલ ૩૦૮ આવાસના ઇ–લોકાર્પણ/ખાતમુહૂર્ત…

Read More

નડિયાદ શહેર તથા ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિકાસ ખોજ અભિયાન રાખવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, નડિયાદ આજરોજ તારીખ ૦૭/૦૮/૨૦૨૧ શનિવાર ના રોજ નડિયાદ મુકામે પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડા ના નેતૃત્વ હેઠળ વિકાસ ખોજ અભિયાન કાર્યક્રમ ના અનુસંધાનમાં નડિયાદ મરીડા ભાગોળ એસ્સાર પેટ્રોલ પંપ પાસે નડિયાદ શહેર અને ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમ મા કોંગ્રેસ પક્ષના જિલ્લાના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, લોકસભા ના ઉમેદવારો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, કોંગ્રેસના કાર્યકરો નગરપાલિકા લડેલા ઉમેદવારો તથા વિવિધ સેલ ના ચેરમેનો, નડિયાદ શહેર પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ, રાજેશભાઈ ઝાલા, પ્રતિનિધિ અતુલભાઈ પટેલ, એસ.કે બારોટ તથા કોંગ્રેસ ના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામ મા ગુજરાત…

Read More

થરાદ પાસે કેનાલમાથી મૃતદેહ મળી આવ્યો

હિન્દ ન્યુઝ, થરાદ થરાદ પાસે થી પસાર થતી નર્મદા ની મુખ્ય કેનાલમાં તરતો મૃતદેહ મળી આવ્યો. થરાદ તાલુકાના ના નાગલા પુલ પાસે થી અશોકભાઈ પરમાર નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો. સ્થાનિક લોકો એ દેખતા થરાદ ના તરવૈયા ને જાણ કરતાં કેનાલ માં થી મૃતદેહ કાઢવામાં આવ્યો. યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી રહસ્ય અકબંધ છે. થરાદ પાસે થી પસાર થતી નર્મદા ની મુખ્ય કેનાલ બની રહી છે, મોતની કેનાલ અવારનવાર લોકો કેનાલમાં પડી મોતને ભેટતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Read More

સિવિલ મેડિસીટીની યુ.એન. મહેતા કાર્ડિયોલોજી ઇન્સ્ટીટ્યુટ અધતન સગવડો અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સિધ્ધીઓથી સજ્જ હોસ્પિટલ

હિન્દ ન્યૂઝ, ભાવનગર યુ.એન મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર (એન.એ.બી.એચ. માન્યતા પ્રાપ્ત) ટર્સરી રાજ્ય કક્ષાની 1251 પથારી ધરાવતી હ્યદયની હોસ્પિટલ- ગુજરાત સરકાર દ્વારા સ્વાયત ગ્રાન્ટ ઇન એડ સંસ્થા છે. જે દેશની સૌથી મોટી એકમાત્ર સુપર સ્પેશ્યાલીટી કાર્ડિયાક સંસ્થા છે. જે વિશ્વસ્તરીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને માત્ર હ્યદયના દર્દીઓ માટે સારવાર સુવિધા ધરાવતી સુપર સ્પેશ્યાલિટી કાર્ડિયોલોજી સંસ્થા તરીકે ઉભરી આવી છે. યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ્ ટેલી-કાર્ડિયોલોજી એપ્લીકેશન/ટેલી મેડિસીન ઇ-ક્રિટિકલ કેર સાથે અને એડવાન્સ કાર્ડિયાક આઇ.સી.યુ.ઓન વ્હીલ્સ સાથેની અધ્તન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તબીબી સાધનો ધરાવતી નવીનતાઓ સાથે ની સંસ્થા છે. સંસ્થાએ સંપૂર્ણ પોતાના…

Read More

ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટીતંત્ર ગેરકાયદેસર બાંધકામ કરનાર ઈસમો સામે નતમસ્તક

હિન્દ ન્યુઝ, ડભોઈ તાજેતરના દિવસોમાં ડભોઇ નગરપાલિકાનું વહીવટી તંત્ર ડભોઇ નગરમાં બિનઅધિકૃત રીતે અને ગેરકાયદેસર રીતે બાંધકામ કરી ઉપયોગ કરતા તત્વો સામે માયકાંગલુ સાબિત થઇ રહ્યું છે. નગરમાં અસંખ્ય જગ્યાએ રહેણાંકના બાંધકામની મંજુરી મેળવી તે જગ્યાઓનો કોમર્શિયલ ઉપયોગ કરતાં ઈસમો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં ડભોઇ નગર પાલિકાનું તંત્ર “નહોર વગરના વાઘ સમાન” સાબિત થઇ રહ્યું છે. જેના કારણે નગરમાં આવા બિનઅધિકૃત બાંધકામ કરી ઉપયોગ કરતા ઇસમોની જીગર ખુલી જવા પામી છે અને પાલિકાના તંત્રને ગણકારતા પણ નથી. કારણકે ડભોઇ નગર પાલિકાનું તંત્ર આવા તત્વો સામે માત્ર કાગળ ઉપરની નોટિસો ઈસ્યુ…

Read More

રાજપીપલામાં જીતનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમ સંદર્ભે થઈ રહેલી પૂર્વ તૈયારીઓની કામગીરીનું વન અને આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ કરેલું સ્થળ નિરીક્ષણ

હિન્દ ન્યુઝ, રાજપીપલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૯ મી ઓગષ્ટ, ૨૦૨૧ ના રોજ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલામાં જીતનગર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમના સુચારા આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા થઈ રહેલી પૂર્વ તૈયારીઓ અંતર્ગત પ્રગતિ હેઠળ કામગીરીનું આજે ગુજરાતના વન અને આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ સ્થળ નિરીક્ષણ કરી સ્થળ ઉપર જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. રાજ્યકક્ષાના “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે રાજપીપલામાં જીતનગર ખાતે યોજાનારા મુખ્ય કાર્યક્રમ પ્રસંગે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના ખાતમુહૂર્ત સ્થળ સાઈટ જીતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ…

Read More

સોમનાથ પધારેલ ગુજરાત પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ નું વેરાવળ તાલુકા યુવા ભાજપ દ્રારા સન્માન કરાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત પ્રદેશ યુવા ભાજપ નાં અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ સૌ પ્રથમવાર જીલ્લાની મુલાકાતે આવ્યાં હતા. જેમા જીલ્લા યુવા ભાજપ અધ્યક્ષ હિતેષભાઈ ઓજા જીલ્લા ભાજપ મહામંત્રી વિશાલભાઈ વોરા, જીલ્લા યુવા ભાજપ બંને મહામંત્રીઓ સંજયભાઈ વાળા તથા અમિતભાઈ નંદાણીયા નાં અધ્યક્ષ સ્થાને કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે જીલ્લા યુવા ભાજપ ની બેઠક યોજાઇ હતી. તેમાં વેરાવળ તાલુકા યુવા ભાજપ પ્રમુખ કુલદિપસિંહ ડોડીયા મહામંત્રી રવજીભાઈ ગાવડીયા તથા તેમની ટીમ દ્રારા મોટી સંખ્યામાં યુવાનો ની હાજરી સાથે પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ નું ભવ્ય સ્વાગત સાથે મુમેન્ટ અપૅણ કરી ને સન્માન કરવામાં…

Read More