હિન્દ ન્યુઝ, હુબલી (કર્ણાટક)
તા. ૧૬- ૦૬- ૨૦૨૫ નાં રોજ કર્ણાટક રાજ્યનાં હુબલી શહેર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નાં કાર્યકર્તાઓનું મહા સંમેલન બેઠક કાર્યક્રમ યોજાયો. જેમાં સૌ પ્રથમ હુબલી એરપોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક – રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવિણભાઇ તોગડીયા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ બેઠક માં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા. બાદ “જય શ્રીરામ” નાં ઘોષ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓની બેઠક કાર્યક્રમ શરૂ કરવામાં આવી.

સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડીયા એ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, ઓજસ્વીની તેમજ વિવિધ આયોમો અંગે વિસ્તાર પૂર્વક માર્ગદર્શન આપ્યું તેમજ આ સાથે આગામી તા.૨૧ અને ૨૨ જૂન નાં રોજ બેંગલોર ખાતે રાષ્ટ્રીય બેઠક યોજાશે જેની ઘોષણા પણ કરવામાં આવી.


આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, ઓજસ્વીની રાષ્ટ્રીય છાત્ર પરીષદ નાં રાષ્ટ્રીય પદાધિકારીઓ તેમજ વિવિધ પ્રાંતીય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્ર પ્રાંત પણ રાષ્ટ્રીય મીટીંગમાં સહભાગી થશે જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શંશીકાતભાઈ પટેલ, પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ, સૌરાષ્ટ્ર પ્રાંત રાષ્ટ્રીય બજરંગદળ અધ્યક્ષ વનરાજસિંહ, સૌરાષ્ટ્ર સંયુક્ત મહામંત્રી વસંતભાઈ પટેલ, સૌરાષ્ટ્ર પ્રાંત રાષ્ટ્રીય મહિલા પરિષદ અધ્યક્ષા શ્રીમતી ડૉ.સીમાબેન પટેલ, રાષ્ટ્રીય બજરંગ દળ પ્રાંત મહામંત્રી જગદીશભાઈ વાદોડરીયા વગેરે પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.

