સોમનાથ પધારેલ ગુજરાત પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ નું વેરાવળ તાલુકા યુવા ભાજપ દ્રારા સન્માન કરાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગુજરાત પ્રદેશ યુવા ભાજપ નાં અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ સૌ પ્રથમવાર જીલ્લાની મુલાકાતે આવ્યાં હતા. જેમા જીલ્લા યુવા ભાજપ અધ્યક્ષ હિતેષભાઈ ઓજા જીલ્લા ભાજપ મહામંત્રી વિશાલભાઈ વોરા, જીલ્લા યુવા ભાજપ બંને મહામંત્રીઓ સંજયભાઈ વાળા તથા અમિતભાઈ નંદાણીયા નાં અધ્યક્ષ સ્થાને કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે જીલ્લા યુવા ભાજપ ની બેઠક યોજાઇ હતી. તેમાં વેરાવળ તાલુકા યુવા ભાજપ પ્રમુખ કુલદિપસિંહ ડોડીયા મહામંત્રી રવજીભાઈ ગાવડીયા તથા તેમની ટીમ દ્રારા મોટી સંખ્યામાં યુવાનો ની હાજરી સાથે પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ નું ભવ્ય સ્વાગત સાથે મુમેન્ટ અપૅણ કરી ને સન્માન કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment