શ્રાવણ માસમાં ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન શિવજીની આરાધના કરશે હિન્દુ સેના

“ઇન્ટરનેટથી વિદેશોમાં ગુંજશે શિવનાદ”

હિન્દ ન્યુઝ, જામનગર

કોરોના જેવી મહામારી ને ધ્યાને લઇ સમાજમાં ઇન્ટરનેટના માધ્યમથી સંપર્ક વધારી હિન્દુ સેના ના સૈનિકો સમાજને જાગૃત કરશે.

શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ભરપૂર ટેકનોલોજીથી ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઇન શિવજીની આરાધના થશે, કોમેડી -૧૯ કોરોના મહામારી જેવા વાયરસને લઈ સમાજમાં ધર્મ સંગઠન અને જાગૃતતાને માટે ગુજરાતમાં 20 જિલ્લા, 40 તાલુકા અને 80 ગામડા માં કુલ ચાલીસ હજાર હિન્દુ લોકોને ઓનલાઇન ટેકનોલોજી સાથે વોટસએપ ના માધ્યમથી ૐ નમઃ શિવાય મંત્ર જાપ ના મેસેજ સાથે સંપર્ક કરી ગુજરાત હિન્દુ સેના ની 20 નવી જવાબદારી સોંપી 5,25,000 (સવા પાંચ લાખ) હિંદુ લોકો સુધી ઇન્ટરનેટના માધ્યમથી મેસેજ પહોંચાડશે. હિન્દુ સેના ના સાઇબર ક્રાઇમ વોચ એન્ડ ઇન્વેસ્ટિગેશન સર્વિસ દ્વારા ૨૧ મોબાઈલ અને 2 લેપટોપ થી હિન્દુત્વ મય શુભેચ્છા પાઠવાશે. G.h.s.i. દ્વારા સેમિનાર યોજાશે. ૐ નમઃ શિવાય મંત્ર ને લોકો સુધી પહોંચાડવા 2020 વોટ્સએપ ગ્રુપનો, ફેસબુકનો, ઈન્સ્ટાગ્રામ નો ઉપયોગ થશે, જેમાં પાકિસ્તાન, ચાઇના, કેનેડા, લન્ડન, નેપાળ માં હિન્દુ સેના દ્વારા 20000 શિવજીના મેસેજ ઇન્ટરનેટ દ્વારા પહોંચાડાશે. લેન્ડ જેહાદ ને લઇ ત્રણ બિલ્ડરો સાથે મીટીંગ કરાશે. શ્રાવણ માસના અંત સુધીમાં 10 ડોક્ટરો તથા 5 વકીલો અને એક સંત નું સન્માન કરાશે.

આજ માસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરી ભારત સિવાય પાંચ દેશોમાં 100 ઈ મેલ, 10000 વોટસએપ મેસેજ થશે. પૂરા માસ દરમિયાન 20 બહેનો દ્વારા હિંદુત્વના રક્ષણ માટે 1000 ભાઈઓને રક્ષા દોરી બાંધવી તેમજ મુસ્લીમ કન્યાઓને હિન્દુ સેનાના સૈનિકો રક્ષા ધારણ કરશે. એક વિભાગમાં ગૌમાતાનું પૂજન, લવ જેહાદ ની જાગૃતતા માટે 3 સ્થાને લવ જેહાદની પત્રિકાનું વિતરણ, એક મંદિરમાં શ્રમ યજ્ઞ, એક આશ્રમમાં સંસ્કાર રોપણ, હિન્દુ સેના ના 11 સૈનિકો દ્વારા મહાદેવને 1111 બીલીપત્રો અર્પિત કરી પૂજન કરાશે, પીરોટન ટાપુ ઉપર આવેલ મહાદેવનું પૂજન કરવાનું નક્કી કરેલ તેમજ એક યોગાભ્યાસ કરવો, આર્મી, નેવી, એરફોર્સ, પોલીસતંત્ર અને ગુપ્તચર સંસ્થાઓ ના અધિકારી તથા પ્રેસના લોકોને ઇન્ટરનેટના માધ્યમથી શિવજીના મંત્રોચાર થી સન્માનિત કરી શુભેચ્છા પાઠવી.

ગુજરાતમાં સુરત ,બરોડા, અમદાવાદ, વાપી, વલસાડ, મહેસાણા, ગોધરા, રાજકોટ, મોરબી, જુનાગઢ, દ્વારકા, પોરબંદર અને જામનગર સહિતના શહેરોમાં ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન સમિતિ બેઠક થશે જેમાં કુલ 50 યુવાનો અને 20 બહેનો દ્વારા અલગ-અલગ રીતે ધાર્મિક મહત્વ જાળવવા માટે આધુનિક યુગમાં ટેકનોલોજી સાથે ઇન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કરી શ્રાવણ માસમાં ઓનલાઇન શિવજીની આરાધના ગુજરાત હિન્દુ સેના દ્વારા થશે. જે ધર્મ સંગઠન અને હિંદુત્વના કાર્યોને સિદ્ધ કરવા જિલ્લા તાલુકા અને ગામડાઓ સુધી ઇન્ટરનેટના માધ્યમથી ૐ નમઃ શિવાય ના યજ્ઞ અને મંત્રજાપ દ્વારા ગુંજતો થશે. સાથોસાથ રાષ્ટ્ર પડકાર સામે તત્પર રહેનાર સૈનિકોને તૈયાર કરવા હિન્દુ સેના જિલ્લાઓ અને ગામડાઓ સુધી પહોંચશે એવું હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ ની યાદી મા જણાવવામાં આવેલ છે.

 

Related posts

Leave a Comment