શોએબ અખ્તરે કહ્યું- અમે શીખવા નહીં, જીતવા માટે ઓસ્ટ્રેલિયા ગયા છીએ, બહાના કાઢવા ખોટા છે

સ્પોર્ટ્સ ડેસ્ક: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ટીમ શીખવા નહીં, પરંતુ જીતવા ગઈ છે. બે ટેસ્ટની સીરિઝમાં બ્રિસ્બેન ખાતેની પ્રથમ ટેસ્ટ હાર્યા પછી અખ્તરે આ ટિપ્પણી કરી હતી. બ્રિસ્બેનમાં એક ઇનિંગ્સથી હાર્યા પછી હેડ કોચ અને ચીફ સિલેક્ટર મિસ્બાહ ઉલ હક અને બોલિંગ કોચ વકાર યૂનિસે કહ્યું હતું કે, ટીમને આ પ્રવાસ પર ઘણું શીખવા મળશે. આના જવાબમાં અખ્તરે કહ્યું કે- બહાના કાઢવા ખોટા છે. ટીમ સિલેક્શન પર સવાલ ઉઠાવ્યો કરાચીમાં આયોજિત એક કાર્યક્રમમાં અખ્તરે મીડિયાને કહ્યું કે, જયારે કોઈ ટીમ વિદેશ પ્રવાસે જાય છે તો…

Read More

ધોનીની નિવૃત્તિ અંગે કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું- IPL 2020ની રાહ જુઓ

સ્પોર્ટ્સ ડેસ્ક: મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિને લઈને વાતો ચાલી રહી છે ત્યારે કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવદેન આપ્યું છે. શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2020ની રાહ જુઓ. કોચ અનુસાર ધોની ક્યારે રમવાનું શરૂ કરે છે અને IPLમાં તેનું પ્રદર્શન કેવું રહે છે તેના પર ઘણુંબધું નિર્ભર કરે છે. તેમજ બીજા વિકેટકીપર્સ કેવું રમી રહ્યા છે અને ધોનીની સરખામણીએ તેમનું ફોર્મ કેવું છે. શાસ્ત્રીએ વધુ ઉમેરતા કહ્યું કે, “T-20 વર્લ્ડ કપ પહેલા IPL સૌથી મોટી ટૂર્નામેન્ટ હશે. તે દરમિયાન 15 ખેલાડીઓ નક્કી થશે. તેથી હું કહેવા માગીશ કે શું…

Read More

નવાઝુદ્દીન સિદ્દિકીની ‘મેક માફિયા’ બેસ્ટ ડ્રામા સીરિઝનો એવોર્ડ જીતી, ‘સેફ હાર્બર’ આગળ ‘સેક્રેડ ગેમ્સ’ ના ટકી શકી

ન્યૂ યોર્કઃ 47મા ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2019 તાજેતરમાં જ ન્યૂ યોર્કના મેનહટ્ટનની ન્યૂ યોર્ક હિલ્ટન મીડટાઉન હોટલમાં યોજાઈ ગયા હતાં. આ એવોર્ડ્સમાં ‘લસ્ટ સ્ટોરી’ બેસ્ટ મૂવી/મીની સીરિઝ માટે નોમિનેટ થઈ હતી. જોકે, આ એવોર્ડ ઓસ્ટ્રેલિયન થ્રિલર સીરિઝ ‘સેફ હાર્બર’ જીતી ગઈ હતી. ‘લસ્ટ સ્ટોરી’ તથા ‘સેક્રેડ ગેમ્સ’ની સ્ટાર-કાસ્ટ આ એવોર્ડ શોમાં જોવા મળી હતી. નવાઝે એવોર્ડ જીત્યો નવાઝુદ્દીન સિદ્દિકીની ‘મેકમાઈફિયા’ સીરિઝે બેસ્ટ ડ્રામા સીરિઝનો એવોર્ડ જીત્યો હતો. આ સીરિઝમાં નવાઝ ભારતીય બિઝનેસમેન દિલી મહેમૂદનો રોલ પ્લે કર્યો હતો. રાધિકાએ સોશિયલ મીડિયામાં તસવીરો શૅર કરી રાધિકાએ રેડ કાર્પેટની તસવીરો ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી…

Read More

છ વર્ષ બાદ દિવ્યાંકા ત્રિપાઠી-કરન પટેલનો શો ‘યે હૈં મહોબ્બતેં’ બંધ થશે, સ્પિન-ઓફ શો ‘યે હૈં ચાહતેં’ આવશે

મુંબઈઃ એકતા કપૂરનો ડેઈલી શો ‘યે હૈં મહોબ્બતે’ છેલ્લાં છ વર્ષથી ટેલિકાસ્ટ થાય છે. આ શોમાં દિવ્યાંકા ત્રિપાઠી તથા કરન પટેલ મેઈલ લીડમાં છે. આ શો 2013થી પ્રસારિત થાય છે અને ટીઆરપી લિસ્ટમાં પણ જોવા મળે છે. આ શોમાં અનિત હસનંદાની, રૂહાનિક ધવન, અદિતી ભાટિયા, ક્રિષ્ના મુખર્જી, અભિષેક વર્મા સહિતના કલાકારો છે. છેલ્લાં ઘણાં જ સમયથી ચર્ચા થાય છે કે આ શો બંદ થવાનો છે. જોકે, હજી સુધી આ વાત કન્ફર્મ થઈ નથી. સ્પિન-ઓફ શો શરૂ થશે જાણીતા અંગ્રેજી અખબારમાં આ શો ડિસેમ્બરના અંત સુધીમાં પૂરો થશે, તેમ કહેવામાં આવ્યું છે.…

Read More

કૃતિ સેનને ‘પાણીપત’ અને ‘બાજીરાવ મસ્તાની’ની સરખામણી પર કહ્યું, કેરેક્ટર્સ અલગ-અલગ છે

બોલિવૂડ ડેસ્ક: અર્જુન કપૂર અને કૃતિ સેનન સ્ટારર ‘પાણીપત’ ફિલ્મનું ટ્રેલર થોડાં સમય પહેલાં જ રિલીઝ થયું હતું. ત્યારબાદ લોકો તેની સરખામણી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ સાથે કરી રહ્યા હતા. ઇન્ટરનેટ પર ઘણા મીમ વાઇરલ થયા હતા જેમાં અર્જુન કપૂરને રણવીર સિંહ સાથે અને કૃતિ સેનનને પ્રિયંકા ચોપરા સાથે સરખાવવામાં આવી રહ્યા હતા. ફિલ્મમાં અર્જુન કપૂર સદાશિવરાવ ભાઉના રોલમાં છે. ફિલ્મમાં ક્રિતિ સેનન સદાશિવરાવ ભાઉની બીજી પત્ની પાર્વતીબાઈના રોલમાં છે. સદાશિવરાવ ભાઉની પહેલી પત્નીના મૃત્યુ બાદ તેમના લગ્ન પાર્વતીબાઈ સાથે થયા હતા. સદાશિવરાવ ભાઉ પેશવા બાજીરાવના ભાઈના દીકરા હતા.…

Read More

નસીરુદ્દીન શાહ સહિત 100 મુસ્લિમ હસ્તીઓએ કહ્યું, રિવ્યૂ પિટીશન કરવાથી સમુદાયને જ નુકસાન થશે

મુંબઈઃ બોલિવૂડ કલાકારો સહિત અલગ-અલગ ફિલ્ડના અંદાજે 100 મુસ્લિમ વ્યક્તિઓએ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રિવ્યૂ પિટીશન દાખલ કરવાનો વિરોધ કર્યો હતો. હાલમાં જ એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રિવ્યૂ પિટીશન અરજીથી મુસ્લિમોને ફાયદો થવાને બદલે નુકસાન થશે. આ નિવેદન પર નસીરુદ્દીન શાહ, શબાના આઝમી, પત્રકાર જાવેદ અહમદ, હૈદરાબાદના સામાજિક કાર્યકર્તા આરિઝ અહમદ, ચેન્નઈના વકીલ એ જે જવાદ તથા મુંબઈના લેખત અંજુમ રાજાબલીની સહી છે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય મુસ્લિમ સમુદાય, બંધારણ વિશેષજ્ઞ તથા ધર્મનિરપેક્ષ સંસ્થા આ વાતથી નારાજ છે કે દેશની સૌથી મોટી…

Read More

પાંચ અઠવાડિયાનું એક્સટેન્શન મળતા સલમાન ખાનને ફી ઉપરાંત પ્રતિ એપિસોડ 2 કરોડ રૂ. વધારે મળશે

મુંબઈઃ સલમાન ખાનનો શો ‘બિગ બોસ 13’ પહેલાં જાન્યુઆરી મહિનામાં પૂરો થઈ જવાનો હતો. જોકે, હવે તે પાંચ અઠવાડિયા વધુ ચાલશે. હવે, આ શોની ગ્રાન્ડ ફિનાલે ફેબ્રુઆરી મહિનામાં આવશે. સલમાન ખાનને આ પાંચ અઠવાડિયા માટે ફી ઉપરાંત બે કરોડ રૂપિયા વધારાના મળશે. સલમાને પહેલાં કામ કરવાની ના પાડી હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સલમાને વધારાના પાંચ અઠવાડિયા માટે શોને હોસ્ટ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘રાધેઃ મોસ્ટ વોન્ટેડ ભાઈ’ના શૂટિંગમાં વ્યસ્ત થશે. જોકે, ચેનલે સલમાન ખાનને પૈસાની લોભામણી લાલચ આપીને પાંચ અઠવાડિયા માટે મનાવી લીધો છે.…

Read More

હેરી પોટર સિરીઝના એક્ટરે નવી ફિલ્મનું ખોટું અનાઉન્સમેન્ટ કર્યું, ફેન્સ બોલ્યા- આશા તોડવાની હિંમત કેમ થઇ

હોલિવૂડ ડેસ્ક: હેરી પોટર સિરીઝની છેલ્લી ફિલ્મને રિલીઝ થયાને 8 વર્ષ થઇ ચૂક્યા છે. ત્યારબાદ પણ પોટરના ફેનબેસમાં જરાપણ ઘટાડો થયો નથી. તેનું ઉદાહરણ લાઈવ મળ્યું જ્યારે ફિલ્મમાં નેવિલ લોન્ગબોટમનો રોલ પ્લે કરનાર મેથ્યુ લુઈસે ટવીટ કરીને આગામી ફિલ્મની જાણકારી આપી હતી. તેણે જણાવ્યું કે હેરી પોટરની નેક્સ્ટ ફિલ્મનું શૂટિંગ જૂની સ્ટારકાસ્ટ સાથે 2020માં ફરીથી શરૂ થઇ રહ્યું છે. જોકે આ વાતની હકીકત ત્યારે ખબર પડી જ્યારે ફેન્સે તેની ઝાટકણી કરી. મેથ્યુએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક લિંક શેર કરીને જણાવ્યું કે હેરી પોટર તેની ઓરિજિનલ કાસ્ટ સાથે 2020માં આગામી…

Read More

સાઉદી અરબના રાજકુમાર જેકેટ- સ્પોર્ટ્સ શૂઝમાં દેખાયા, સોશિયલ મીડિયા પર છવાયા

રિયાધ: સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહી. સલમાને રિયાધમાં ફોર્મ્યુલા ઇ રેસ દરમિયાન બ્રિટિશ બેન્ડનું જેકેટ પહેર્યું હતું. તેમણે પારંપરિક સફેદ પહેરવેશ પર આ જેકેટ પહેર્યું હતું. સાથે જ સનગ્લાસ અને સ્પોર્ટ્સ શૂઝ પણ પહેર્યા હતા. ત્યારથી મધ્ય-પૂર્વ અને પશ્ચિમ ફેશનના આ મિશ્રણના સોશિયલ મીડિયા પર વખાણ થઇ રહ્યા છે. ઝુકરબર્ગ સાથેની મુલાકાત દરમિયાન શર્ટ, બ્લેઝર અને જીન્સમાં દેખાયા હતા એક યુઝરે આ જેકેટ ઓનલાઇન શોધી કાઢી. સાથે લખ્યું કે આ તેની સૌથી મોટી જાહેરાત છે. સલમાન 2016માં પણ અમેરિકામાં ફેસબુકના સંસ્થાપક માર્ક…

Read More

ઈરાને અમેરિકાને સબક શીખવાડવા માટે સાઉદી અરબ પર હુમલાનું ષડયંત્ર રચ્યું હતું: રિપોર્ટ

વોશિંગ્ટનઃ સાઉદી અરબની બે ઓઈલ રિફાઈનરી પર સપ્ટેમ્બરમાં ડ્રોન્સ અને મિસાઈલો દ્વારા હુમલા થયા હતા. તેના કારણ એક સપ્તાહ સુધી સાઉદીનું ઓઈલ ઉત્પાદન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. હુમલાની જવાબદારી યમનના હૂતી વિદ્રોહીઓએ લીધી હતી, જોકે સાઉદીએ તેની પાછળ ઈરાનનો હાથ હોવાનું કહ્યું હતું. અત્યાર સુધીમાં એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સાઉદી પર હુમલાનું ષંડયત્ર ઈરાનમાં જ તૈયાર કરવામાં આવ્યું હતું. અરામકો પર હુમલાના 4 મહીના પહેલા ઈરાનના સૈન્ય અધિકારીઓએ હુમલાનું ષંડયત્ર રચવા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. બેઠકમાં સામેલ 4 લોકોના હવાલાથી ખુલાસો ન્યુઝ એજન્સી રોયટર્સે બેઠકમાં સામેલ 4…

Read More