બ્રેઈન ડેડ થયેલા પતિના અંગદાનના નિર્ણય થકી પત્નીએ સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગરમાં ગત તા. ૧૮ માર્ચના રોજ મૂળ બિહારના ૪૦ વર્ષીય યુવક ઉમેશ શાહ અકસ્માતનો ભોગ બનતાં તેઓને સારવાર અર્થે જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓ બ્રેઈન ડેડ જાહેર થતા તેમના પત્નીએ પોતાના પતિનું અંગદાન કરવાનો હૃદયસ્પર્શી નિર્ણય લીધો હતો. તેમના નિર્ણય બાદ જી.જી.હોસ્પીટલના ડોક્ટરોએ યુવકનું ઓપરેશન કરી લીવર, બે કીડની અમદાવાદની હોસ્પીટલની ટીમને સોંપ્યા હતા. અને અને બન્ને ચક્ષુનો ઉપયોગ જી.જી. હોસ્પિટલમાં જરૂરિયાતમંદ વ્યક્તિ માટે થશે. આમ પાંચ જરૂરિયાતમંદોને નવજીવન મળશે. યુવકના પત્નીએ અન્ય લોકોને પણ અંગદાનની ઝૂંબેશમાં જોડાવા…

Read More

હીટ વેવ વખતે પશુઓની વિશેષ કાળજી રાખો

હિન્દ ન્યુઝ, બોટાદ               હીટ વેવ પશુ-પક્ષીઓ માટે પણ આકરી સાબિત થતી હોય છે. ત્યારે બોટાદ જિલ્લાનાં પશુપાલન અધિકારીશ્રી ડો.આર.જી.માળી દ્વારા બોટાદ, રાણપુર અને ગઢડા મહાજન પાંજરાપોળની મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે અનુરોધ કર્યો હતો કે ગરમીના કલાકો (સવારે ૧૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી) પશુઓને આરામ કરવા માટે છાંયાવાળી અને પુરતી હવા ઉજાસવાળી જગ્યાએ રાખવા. બપોરનાં સમયે ભીનાં કપડાંથી પશુનું શરીર ઢાંકવું જોઈએ. હવા ઉજાસ માટે પશુઓનાં શેડના દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી. દિવસે તડકો હોય તે સમય દરમ્યાન પશુઓનાં…

Read More

માછીમારનો જીવ બચાવતી વેરાવળની ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    દરિયામાં આશરે ૬૫ વર્ષનો માછીમારને માછીમારી કરતી વખતે અચાનક છાતીમાં અસહ્ય દુઃખાવો થતો હતો. આ ઘટના બાદ જહાજના કેપ્ટને ભારતીય નેવી કોસ્ટ ગાર્ડને અને ઈમરજન્સી સર્વિસ ૧૦૮ને ફોન કરી સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતાં. કોલરનો કોલ મળતા વેરાવળ ૧૦૮ ટીમના ઈ.એમ.ટી. ગોવિંદા ભગત અને પાયલોટ ભરત બાંભણિયા ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે તરત જ ભારતીય નેવી કોસ્ટ ગાર્ડ ઓફિસ ખાતે પહોંચ્યા હતાં અને સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે, દર્દી હજુ પણ દરિયામાં છે અને છાતીમાં અસહ્ય દુઃખાવો ચાલુ જ છે. જે પછી તરત જ દર્દીને કિનારે…

Read More

“ટીબી હારેગા, દેશ જીતેગા”: ટીબી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે ભારત સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ

આજે 24 માર્ચ: વિશ્વ ક્ષય રોગ દિવસ હિન્દ ન્યુઝ, બોટાદ              રોગની નાબૂદી તરફ લેવાયેલું દરેક પગલું, ગરીબોનાં જીવનની સુધારણા સાથે જોડાયેલું છે, ટીબી ચિકિત્સકો અને કાર્યકરો ટીબી રોગને દૂર કરવાનાં અભિયાનનો મહત્વનો ભાગ છે અને જે દર્દીઓને આ રોગ નાબૂદ થાય છે તેઓ અન્ય લોકો માટે પણ પ્રેરણા બને છે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી             વિશ્વ ક્ષય રોગ દિવસ દર વર્ષે 24 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને આ રોગ અને તેના નિવારણ વિશે જાગૃત કરવાનો…

Read More

ઉનાળું પાકોમાં થતી જીવાતો અને નિયંત્રણ મેળવવાના ઉપાયો

હિન્દ ન્યુઝ, બોટાદ            ખેડૂતમિત્રો ચાલું વર્ષે ઉનાળું પાકોનું વાવેતર સારું એવું થયેલ છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનાં વિસ્તારમાં મુખ્ય તલ પાકનું વાવેતર થયું છે, ત્યારબાદ મગફળી, બાજરી, મગ, અડદ, શાકભાજીનાં પાકો (ભીંડો, ગુવાર, તુરિયા, ચોળી, વિગેરે) અને ઘાસચારાનું વાવેતર થાય છે. ઉનાળું પાકોમાં પાક ઉત્પાદન સારું મળતું હોય છે જેનું મુખ્ય કારણ ઉનાળું સિઝનમાં ચોમાસું સિઝનની સરખામણીમાં રોગ અને જીવાતનું પ્રમાણ ઓછું રહે છે. તેમ છતાં ઉનાળું સિઝનમાં તાપમાન ઊંચું રહેવાના કારણે ચુસિયા પ્રકારની જીવાતો જેવી કે થ્રીપ્સ અને સફેદ માખીનો ઉપદ્રવ વધારે રહે છે.…

Read More

લૂ લાગવાનાં પ્રારંભિક લક્ષણો ઓળખો 

હિન્દ ન્યુઝ, બોટાદ                  હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી હીટવેવની આગાહી અન્વયે બોટાદ જિલ્લામાં હીટવેવથી બચવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પ્રવર્તમાન સમયમાં આકસ્મિક રીતે વાતાવરણમાં થયેલ ફેરફારોનાં કારણે અને વધુ પડતી ગરમી(લૂ)ની અસરથી બચવા માટે જનહિતમાં લોકોનાં સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતાં, લૂથી બચાવ માટેનાં કેટલાક સરળ સૂચનો કરવામાં આવ્યા છે. જે રીતે સમગ્ર જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ખેતરમાં કામ કરતાં શ્રમિકો, રોડકામ કરતાં તથા બાગ બગીચાનું કામ કરતાં શ્રમિકોને સન-સ્ટ્રોક (લૂ) લાગવાની શકયતા ઘણી…

Read More

શંકરા આઇ હોસ્પિટલ-મોગર અને સોની પરિવારના સહયોગથી નેત્રદાન શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, આણંદ ઓડ સામુહિક આરોગ્ય કેન્દ્ર સરકારી દવાખાનામાં શિબિરનું આયોજન કરાયું ઓડમાં સ્વ.વિનોદચંદ્ર ભોગીલાલ સોની, પરિવારના સૌજન્યથી ભાવેશ સોની(સુદર્શન ન્યુઝ, હિન્દ ન્યૂઝ) ધ્વારા શંકરા આઈ હોસ્પિટલ-મોગર.જીલ્લા અંધાપા નિયંત્રણ સોસાયટી દ્વારા આયોજીત મફત આંખની તપાસ,મફત મોતીયાનાં ઓપરેશનનો કેમ્પ         ઓડમાં તારીખ ૨૦ માર્ચ ૨૦૨૫ ના ગુરુવારે સામુહિક આરોગ્ય કેન્દ્ર,સરકારી દવાખાનામાં નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ. આ શિબિરમાં આંખ દર્દી ઓની આંખોની તપાસ કરી નંબર વાળા દર્દી ઓને રાહત દરે નંબર ના ચશ્મા આપવામાં આવ્યા. જે દર્દી ને મોતીયા હોય, આંખમાં છારી હોય, આંખના ઓપરેશનની જરુર હોય…

Read More

ગીર સોમનાથ જિલ્લાના ૩૨૯ માંથી ૧૪૮ ગામડા ટી.બી. મુક્ત

આજે વિશ્વ ટીબી દિવસ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       એક સમયે કોરોના જેવી મહામારી જાહેર થયેલી ટ્યુબરક્યુલોસિસ(ટી.બી.) સામે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના જિલ્લા ક્ષય અધિકારીની કચેરીએ સિધ્ધિ હાંસલ કરી છે. ગીર સોમનાથ શહેર– જિલ્લામાં ટી.બી.ના કેસની રિકવરીમાં સફળતા મેળવી છે. વર્ષ ૨૦૨૪માં ગીર સોમનાથ જિલ્લાના ૩૨૯ ગામમાંથી ૧૪૮ ગામ ટી.બી. મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાને ટી.બી. મુક્ત કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.…

Read More

જામનગર જીલ્લામાં ખિલખિલાટ રસીકરણ અભિયાન અંતર્ગત ઓરી-રૂબેલા વેક્સિનેશનનું બે દિવસીય આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર       ભારત સરકારે ઓરી(મીઝલ્સ) અને રુબેલા સામે લડવા વિશ્વના સૌથી મોટા ટીકાકરણ અભિયાનની શરુઆત કરી છે. આ અભિયાન અંતર્ગત રસીકરણથી વંચિત રહી ગયેલા અને બહાર ગામથી આવેલા બાળકોને આવરી લેવામાં આવે છે. ૯ મહિનાથી ૫ વર્ષ સુધીના બાળકોને એમ.આર-1 અને એમ.આર-2 રસી મુકવામાં આવે છે જેથી કરીને બાળકોને ઓરી-રૂબેલાનો ચેપ ન લાગે. એમ.આર. રસી બાળકો માટે સંપુર્ણપણે સુરક્ષિત છે. આ રસીનો ઉપયોગ ૧૫૦થી વધુ દેશોમાં થઈ રહ્યો છે. આ રસી આપવાથી બાળકોમાં બન્ને રોગ થવાની સંભાવના ખુબ ઓછી રહે છે.  ૧૫ માર્ચ અને ૧૬ માર્ચના રોજ…

Read More

રાજકોટ જિલ્‍લામાં “રાષ્ટ્રીય રસીકરણ દિવસ”ની ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ સર્ગભા બહેનોને ધનુર અને ડિપ્થેરિયા જ્યારે બાળકોને થતાં ઓરી, નૂરબીબી, ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડિપ્થેરિયા, ઉટાંટિયું, ધનુર, હીબબેક્ટેરિયાથી થતાં (ન્યૂમોનિયા અને મગજના તાવ) જેવા રોગ, ન્યૂમોકોકલથી થતાં ન્યુમોનિયા, રોટા વાયરસથી થતાં ઝાડા જેવા ૧૧ રોગ સામે રોગ પ્રતિકારક રસી આપવામાં આવે છે. આ રોગ પ્રતિરોધક રસીઓ ગંભીર રોગો સામે સુરક્ષા આપતી હોવાથી, બાળકો અને સગર્ભાઓનું સરકાર દ્વારા વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવે છે. રાજકોટ જિલ્‍લામાં “રાષ્ટ્રીય રસીકરણ દિવસ”ની ઉજવણી અંતર્ગત આ વર્ષે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિશિષ્ટ “ખિલખિલાટ રસીકરણ અભિયાન” હાથ…

Read More