હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ પ્રવર્તમાન પરિસ્થિતિમાં જો રક્તની જરૂરિયાત ઉભી થાય તો સામાન્ય નાગરિકો સહિત કોઈને પણ મુશ્કેલી ન ભોગવવી પડે તેવા શુભ હેતુસર ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી વેરાવળ મણિબહેન કોટક સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે. માતૃભૂમિનું ઋણ ચૂકવવાના અવસરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી.બોરિચા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણ, ખેતીવાડી અધિકારી અશોક ચૌધરી તેમજ રેવન્યૂ વિભાગ, ખેતીવાડી, શિક્ષણ વિભાગ સહિત સરકારના અલગ-અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક પોતાની સહભાગીદારી નોંધાવી હતી.
Read MoreCategory: Health
૮મી મે – વિશ્વ થેલેસેમિયા દિવસ
હિન્દ ન્યુઝ, અમદાવાદ થેલેસેમિયા નિવારણના ધ્યેયમંત્ર સાથે કામગીરી કરતી સંસ્થા એટલે ‘ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી’ ગુજરાતમાં થેલેસેમિયા અને સિકલ સેલ જેવી હીમોગ્લોબિનોપથીઝને નાબૂદ કરવા ૨૦૦૪થી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો ‘થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામ’ કાર્યરત વ્યાપની દૃષ્ટિએ સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયામાં પહેલો મોટો પ્રોગ્રામ
Read Moreમોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં સગર્ભા, બાળકો સહિત ૪૭,૧૧૨ લોકોનું રસીકરણ કરાયું
હિન્દ ન્યુઝ, મોરબી રસીકરણ એટલે સુરક્ષા કવચ, કોઈપણ રોગ કે બીમારીને મૂળમાંથી નાબૂદ કરવા તેમજ રોગ થાય પહેલા જ તેનું નિવારણ એટલે રસીકરણ. સરકાર દ્વારા રસીકરણને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને તે બાબતે લોકોને જાગૃત કરવા માટે પણ રસીકરણ અભિયાન જેવા વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં પણ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ માટે અનેકવિધ આયોજન કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં સમગ્ર વર્ષ દરમિયાન સગર્ભા તેમજ બાળકો મળી કુલ ૪૭,૧૧૨ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. …
Read Moreઆરોગ્ય વિભાગ દ્વારા સમયસર અને વિનામૂલ્યે સારવાર મળતા મારા દીકરાને નવજીવન મળ્યું અને હું આર્થિક સંકડામણનો શિકાર બનતા બચી ગયો : આકાશભાઈ ગોહેલ
હિન્દ ન્યુઝ,આણંદ ’’એક મહિના સુધી ખાનગી હોસ્પીટલમાં સારવાર લેવા છતાં મારો દિકરો સ્વસ્થ ન થયો, પરંતુ બોરસદ તાલુકાના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નાપામાં ગણતરીના દિવસોમાં વિનામૂલ્યે સારવાર થઈને હાલ તે સંપૂર્ણ સ્વસ્થ છે… આ શબ્દો છે, ૯ માસના હિમાંશુના પિતા આકાશભાઈ ગોહેલના. વાત એમ છે કે, નાનકડા હિમાંશુને શ્વાસનળીના ચેપ સહીત કુપોષણ તથા એનિમિયાની બીમારીની સારવાર માટે તેના પિતા આકાશભાઈ આણંદની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં એક મહિનો સુધી હિમાંશુની સારવાર ચાલી હતી તથા આઈ.સી.યુ. માં દાખલ પણ કરવામાં આવ્યો હતો. આમ, વધારે સમય દરમ્યાન ખાનગી…
Read Moreગુજરાત સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન કાર્યરત
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન કાર્યરત કર્યું છે. જે વિશે વાત કરતા રાજકોટના ઝુમ્બા ફિટનેસ ટ્રેઈનર મુસ્કાન વ્યાસ જણાવે છે કે, ઝુમ્બા ફિટનેસ વ્યક્તિની કાર્ડીયોવેસ્ક્યુલર હેલ્થને બુસ્ટ કરે છે, હોર્મોન બેલેન્સ કરે છે, હાર્ટને પણ હેપ્પી રાખે છે. જેનાથી વેઈટ લોસ ઝડપથી થાય છે. જે લોકોને વર્કઆઉટ બોરીંગ લાગે તે લોકો માટે ઝુમ્બા ફિટનેસની અંદર મ્યુઝિક અને ફન સાથે વર્કઆઉટ કરવું ખુબ જ સહેલું છે. ફન સાથે વર્કઆઉટ કરીએ ત્યારે માઈન્ડ અને બોડી હેપ્પી અને હેલ્ધી ફીલ કરે છે. અત્યારે ભારતમાં અને ગુજરાતમાં…
Read Moreરાજકોટના તમામ લોકો મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનમાં જોડાયા
હિન્દ ન્યુઝ, રાજકોટ છેલ્લા કેટલાક સમયથી આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે લોકોનું જીવન બેઠાડુ બની રહ્યું છે. જેના લીધે શરીર ભારે થવાના કારણે સ્થૂળતા એટલે કે મેદસ્વિતા વધી રહી છે. જો મેદસ્વિતા બાબતે કાળજી રાખવામાં ન આવે, તો આવા લોકો અન્ય અનેક રોગોમાં સપડાય તેવી સંભાવના છે. આથી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફિટ ઇન્ડિયા માટે યોગાભ્યાસ, ખેલકૂદ, ડાન્સ, પરિશ્રમ તથા વ્યાયામને મહત્વ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રેડિયો વાર્તાલાપ ‘મન કી બાત’ના એપિસોડમાં મેદસ્વિતા સામે પ્રજાને જાગૃત થવાની અપીલ કરી છે. જેને ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ…
Read Moreબોટાદ જિલ્લામાં વિશ્વ પશુચિકિત્સા દિવસ-૨૦૨૫ની ઉજવણી
હિન્દ ન્યુઝ, બોટાદ વિશ્વ પશુચિકિત્સા દિવસ-૨૦૨૫ની ઉજવણી નિમિત્તે બોટાદ જિલ્લા પશુપાલન અધિકારી ડો.આર.જી.માળીના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં કાનિયાડ – બોટાદ, ચભાડિયા – ગઢડા, અલમપર – રાણપુર અને બેલા – બરવાળા એમ ચારેય તાલુકાઓમાં પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વેટરનરી પોલિકલિનિક બોટાદ દ્વારા જીંજાવદર – બોટાદમાં જાતીય આરોગ્ય સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં પશુઓને જાતિય સારવાર, મેડિસીનલ સારવાર, કૃમિનાશક એમ કુલ 2065 સારવાર આપવામાં આવી હતી. પશુપાલકોને હાલના ગરમ વાતાવરણમાં પશુઓની કાળજી લેવા અંગ માહિતગાર કરાયા હતા. સાથોસાથ નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ…
Read Moreરાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, પિતાનો વિશ્વાસ અને પુત્રીની તાકાતથી ચમત્કાર સર્જાયો
હિન્દ ન્યુઝ, બોટાદ ભાઈ-બહેન સાથે રમવાની ઉંમરમાં, બહેનપણીઓ સાથે મનભરીને વાતો અને મસ્તી કરવાની ઉંમરમાં જો ખ્યાલ આવે કે દિકરીને તો થેલેસેમિયા મેજર જેવો રોગ છે ! આવા વિચાર માત્રથી દરેક માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી જાય છે. પરંતુ હિંમત હાર્યા વિના તેની સારવાર કરાવી અને દિકરીને ફરી તેનાં ભાઈ-બહેન સાથે રમતી અને બહેનપણીઓ સાથે મજાની પળો પસાર કરતી કરી. અને આ તમામ તબક્કામાં સરકારશ્રીના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી તબીબો ખડેપગે મદદે રહ્યાં. આ કોઈ કહાની નથી પરંતુ હકિકત છે બોટાદ જિલ્લાનાં તરઘરા ગામનાં…
Read Moreઆરોગ્યનું આધુનિકીકરણ સમૃદ્ધ સમાજ
કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે રાણપુર C.H.C. ખાતે એમ્બ્યુલન્સ તથા મેડિકલ સાધનોનું લોકાર્પણ કરાયું હિન્દ ન્યુઝ, બોટાદ ગ્રાહક બાબતો,ખાધ અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે રાણપુર C.H.C. ખાતે એમ્બ્યુલન્સ તથા મેડિકલ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાણપુર C.H.C. ખાતે એમ્બ્યુલન્સ તથા મેડિકલ સાધનો મળવાથી આરોગ્યલક્ષી સુવિધામાં સુધારો થશે. તેમજ બ્લડ ટેસ્ટ મશીનો, X-ray મશીન, ઓક્સિજન સપોર્ટ, નેબ્યુલાઈઝર, ડિફિબ્રિલેટર વગેરેની ઉપલબ્ધિ થતા આરોગ્ય સેવા વધુ અસરકારક બની રહેશે. આ અવસરે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા વિકાસ…
Read Moreરાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જામનગરની જી.જી. હોસ્પીટલની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પીટલની મુલાકાત લીધી હતી. તેઓએ જીજી હોસ્પિટલ ખાતેના ટ્રોમા વોર્ડ, ૨૦૦ બેડ હોસ્પિટલ, શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ, ૭૦૦ બેડની હોસ્પિટલની મુલાકાત લઇ આરોગ્ય વિષયક સુવિધાઓ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓ સાથે મંત્રીશ્રીએ સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, તેમણે ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને અહીં અપાતી આરોગ્ય સુવિધાઓ, સારવારની ગુણવતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ઇક્વિપમેન્ટ, દવાઓનો જથ્થો, રાજ્ય…
Read More