હિન્દ ન્યૂઝ, ડભોઈ,
ડભોઇ નગરપાલિકા દ્વારા સ્વીપર મશીન લાવવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) હસ્તે કરવામાં આવ્યું. ડભોઇ નગરના રોડ રસ્તા સાફ સફાઈ માટે 13-14મુ નાણાંપંચ ની ગ્રાન્ટ માંથી કિંમત 48,50,000 ની સ્વીપર મશીન ની ખરીદી કરવામાં આવી. જેનું ઉદ્ઘાટન ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મેહતા (સોટ્ટા)13 14 ના નાણાપંચ ચેરમેન સોનલ કે સોલંકી ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. બ્રહ્મભટ્ટ શાહ, ડો. સંદિપ શાહ, સામાજિક કાર્યકર્તા અશ્વિનભાઈ પટેલ (વકીલ) ઉપસ્થિત રહ્યા હતા. સૌવ પ્રથમ વાર ડભોઇ પાલિકા દ્વારા સ્વીપર મશીન ની ખરીદી કરવા માં આવી હતી. ડભોઇ ખાતે અલગ અલગ વિસ્તારોમાં સાફ સફાઈ ની કામગીરી હાથ ધરવામાં આવશે. ડભોઇ નગરને સ્વચ્છ કરવાનું કાર્ય આ મશીન દ્વારા ચાલું કરવામાં આવી છે. ડભોઇમાં ગંદકી દૂર કરવા રોડ-રસ્તા સ્વચ્છ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ મશીન દ્વારા રોડ-રસ્તા પર પડેલ કચરો તેમજ ગંદકીની સંપૂર્ણ પણે સાફ થાય તે માટે ડભોઈ નગરને સ્વચ્છ બનાવવા સંપૂર્ણ કાર્ય હાથ પર લેવામાં આવ્યું છે. ડભોઇ નગરપાલિકા દ્વારા આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
રિપોર્ટર : હુસેન મન્સૂરી ડભોઈ