હિન્દ ન્યૂઝ, ડીસા ,
ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ મા દિન પ્રતિ દિન વહીવટ મા ખામીઓ સર્જાતા અનેક પ્રકારની ગેર રીતીઓ જણાતાં નુકસાની ની ભીતી ઉભી થતા ગુજરાત સરકાર ના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ચાલુ સમિતિ બરખાસ્ત કરી નવીન વહીવટદાર સમિતિ ની રચના કરી. ખેડૂતો ની આસ્થા ધરાવતા ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ ની નવીન વહીવટદાર સમિતિ એ ડીસા ના સફળ સુકાની જનપ્રિય, લોકપ્રિય, સર્વપ્રિય, પ્રજા-વત્સલ, ખેડુતો ની સતત ચિંતા કરતા ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા જી ની હાજરી મા ચાર્જ લીધો. આપણા વિસ્તારના ખેડુતો ના પ્રશ્નો નો તાત્કાલિક ધોરણે નિવારણ થાય એ માટે ના તમામ પ્રયત્નો કરવામાં આવશે. દરેક પ્રકારના ખાતરો બિયારણો ની ખેડૂતો ને કોઈજ તકલીફ ન થાય અને પુરતો જથ્થો નજીકમાં સરળતા થી ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા કરવામાં આવશે એવી આપણા ધારાસભ્ય એ ખાતરી આપી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડુત આગેવાનો ઉપસ્થિત રહી ને અભિનંદન આપી આભાર પ્રકટ કર્યો. ખેડૂત ચિંતક આપણા ધારાસભ્ય ના નેતૃત્વ હેઠળ સમિતિ ખેડુત કલ્યાણ ના યોગ્ય દિશામાં તમામ પ્રયત્નો કરશે.
એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા