છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય “મોહનસિંહ રાઠવા” સાહેબ દ્વારા તેમના મતવિસ્તાર (રાઠ વિસ્તાર) માં નવીન રોડના ખાતમુહૂર્ત

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર,

આજ રોજ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય “મોહનસિંહ રાઠવા” ના હસ્તે તેમના રાઠ વિસ્તારના નવા મંજૂર થયેલ રોડના કામોનું ખાતમુહુર્ત રાખવામાં આવ્યું હતું. ખાતમુહુર્ત કરેલ રોડની વિગતો જોતા, રજુંવાટથી સાજનપુર (એમ.પી) ને જોડતો ૫.૦૦ કી.મી. રોડ જેની અંદાજીત રકમ ૧ કરોડ ૮૫ લાખ ૬૮ હજાર અને ભોરદલી મેઈન રોડથી પ્રાયમરી સ્કૂલ ટુ બીલવાંટ વચ્ચેનો ૪.૨૦ કિ.મી. લાંબો રોડ જેની અંદાજિત રકમ૧ કરોડ ૮૯ લાખ ૪૨ હજાર રૂપિયા થાય છે.
આ નવીન રોડના ખાત મુહૂર્ત પ્રસંગે મોહનસિંહ રાઠવા, સરપંચ ભોરદલી ગ્રામ પંચાયત વિનુભાઈ, સરપંચ ખડકવાડા દરિયાસિંહભાઈ, મોટી સઢલીના સરપંચ ઉમેશભાઈ સોમાભાઈ, છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા, છોટાઉદેપુર તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોમાભાઈ, જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ નવલસિંહ રાઠવા, તાલુકા પંચાયત સદસ્ય, ઈશ્વરભાઈ (ખજુરીયા) કારોબારી ચેરમેન છોટાઉદેપુર તાલુકા પંચાયત, પાલસંડા તાલુકા પંચાયતના સભ્ય સુખાભાઈ રાઠવા , ડેપ્યુટી સરપંચ ભોરદલી તથા કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો, ઉપસ્થિત મહેમાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર ; નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment