હિન્દ ન્યૂઝ, રાજકોટ,
તા.૧૦/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સાંસદ અભય ભારદ્વાજ કોરોનાની ઝપટે આવી ગયા બાદ રાજકોટ ઉપરાંત ગુજરાતના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સારવાર થઇ રહી છે. કાતિલ કોરોના સામેના જંગમાં સ્થિતિ સતત ઉતાર-ચઢાવ થઇ રહી છે. ફરી એક વખત નાજુક હાલત જણાતા ખાસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ચેન્નાઇ લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચેન્નાઇની એમ.જી.હોસ્પિટલમાં દેશના ટોચની હરોળમાં આવતા ડોકટર બાલકૃષ્ણન અને તેમની ટીમ દ્વારા સાંસદ અભય ભારદ્વાજની સારવાર કરવામા આવશે. ડો.બાલકૃષ્ણન ફેફસા માટેના દેશના ટોચના સુપર સ્પેશિયાલિસ્ટ છે. સાંસદ અભયભાઇ ભારદ્વાજને વધુ સારવાર માટે ચેન્નાઇ લઇ જવાની જરૂરિયાત ઉભી થઇ હોવાના સમાચાર પ્રસરતા જ વકિલ સમાજ, રાજકીય વર્તુળો, તેમજ વિશાળ મિત્ર સર્કલમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. અભયભાઇ સાથે નાનાભાઇ નીતિન ભારદ્વાજ તેમજ પુત્ર અંશ પણ ચેન્નાઇ જવા રવાના થશે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ