હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર તાલુકા ના રૈયા ગામે થોડા સમય અગાવું એક યુવતી ની છેડતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થયું હતું. જેમાં કુલ સાત લોકો ને ગંભીર ઇજા પોહચી હતી. જેમાં બંને પક્ષ દ્વારા સામ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ માં ત્રણ આરોપી ની અટકાયત કરી છે. આજે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પી.જે.ચૌધરી એ મીડિયા ને માહિતી આપતા જણાવેલ કે દિયોદર ના રૈયા ગામે એક યુવતી ની છેડતી ની બાબતે યુવતી ના પરિવારજનો પર એકાએક હુમલો કરવામાં આવ્યો હતો. જે બાબતે યુવતી એ ફરિયાદ આપતા એકરોસિટી મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં અત્યારે પોલીસે તપાસ દરમિયાન ત્રણ આરોપી ની અટકાયત કરવામાં આવી છે. જેમાં સામે પક્ષ પણ પિતા પર હુમલો થવાની ફરિયાદ આપી આપી છે. જે પણ લોકો હાલ ડીસા હોસ્પિટલમાં દાખલ છે. પોલીસ તંત્ર દ્વારા રૈયા ગામ માં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેની તપાસ ચાલુ છે.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર