સદારામબાપા લાઈબ્રેરી તેમજ એકેડમી નું શુભારંભ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર

સમાજ શિક્ષત બને સમાજ માં સમરસતા આવે સમાજ માં શિક્ષણ નો વ્યાપ વધે તેમજ ઠાકોર સમાજ ના દીકરા દીકરી ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરી મેળવે તેવા અનેક પ્રયત્નો થકી બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ખાતે 25 બેચ ની પરમ પૂજ્ય શ્રી સદારામબાપા લાયબ્રેરી તેમજ એકેડમી ની વિવિધ આગેવાનો ની હાજરી માં શુભારંભ કરવામાં આવ્યું હતું. જેમાં દીપ પ્રાગટય અને રીબીન કાપી આ લાયબ્રેરી એકેડમી બેન્ચ ખુલ્લી મુકવામાં આવી હતી. સરહદી વિસ્તાર માં મોટાભાગ ના વિધાર્થીઓ ખેતી સાથે સંકળાયેલા છે, પરંતુ વર્તમાન સમય આ વિસ્તાર માં શિક્ષણ નું સ્તર ઊંચું આવી રહું છે. હવે બાળકો અને વિધાર્થી ઓ ઉચ્ચ અભ્યાસ કરી ઠાકોર સમાજ માં શિક્ષણ નો વ્યાપ આગળ લાવી રહ્યા છે ત્યારે દિયોદર ખાતે પણ લાયબ્રેરી અને એકેડમી બેન્ચ નું શુભારંભ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઠાકોર સમાજ છાત્રાલય કેળવણી મંડળ ના મંત્રી ભવાનજી ઠાકોર, ઉપ પ્રમુખ હરસંગજી ઠાકોર, મુકેશજી ઠાકોર (કોતરવાડા), ભરતજી ઠાકોર (એડવોકેટ) નાયબ મામલતદાર ભરતભાઇ ઠાકોર, કિરણભાઈ ઠાકોર વકીલ વગેરે આગેવાનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment