દિયોદર રેલવે ફાટક પાસે ચાલુ વીજ થાંભલા ને ટ્રક ની ટક્કર લાગતા ધારસાઈ વીજ લાઇન ના કર્મચારીઓ દોડી આવ્યા, જાનહાની ટળી

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર હાઇવે વિસ્તાર પર રેલવે ઓવરબીજ ની ગોકુળ ગતિ એ કામગીરી ચાલી રહી છે. જેમાં કોન્ટ્રાકટર દ્વારા સાઈડ માં સર્વિસ રોડ સારો ના બનાવતા આ માર્ગ ખખડધજ માર્ગો હોવાથી વાહન ચાલકો મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. જેમાં આજે શનિવાર ના રોજ વહેલી સવારે રેલવે ફાટક શિવમ હોટલ પાસે એક હેવી ટ્રક ત્યાંથી પસાર થઈ રહી હતી, ત્યારે એકાએક ટ્રક નો સાઈડ નો ભાગ ચાલુ વીજ થાંભલા ને અથડાતા વીજ થાંભલો ધારસાઈ થઈ ગયો હતો. જો કે આ બનાવ માં મોટી જાન હાનિ ટળી હતી. એક બાજુ દિવસ દરમિયાન અનેક વખત રેલવે ફાટક બંધ થતાં મોટાભાગ ના વાહનો ની મોટી કતારો લાગે છે, પરંતુ બનાવ સ્થળે ફાટક ખુલ્લો હોવાથી નહિવત વાહનો ની અવર જવર રહી હતી. જેમાં બનાવ ની જાણ દિયોદર વિધુત બોર્ડ ના અધિકારી ને કરવામાં આવતા વીજ લાઇન ના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે વીજ લાઇન બંધ કરવામાં આવી હતી. જેમાં ત્યાંથી પસાર થતા અનેક વાહન ચાલકો એ રાહત નો શ્વાસ લીધો હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment