ભારતીય જૈન સંગઠન જામનગર જિલ્લા તરફથી તથા બટુકભાઈ ખંઢેરીયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી જામનગર મહાનગરપાલિકાના સ્તુત્ય ૧- ૧ ધન્વંતરી રથનું યોગદાન આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, જામનગર

જામનગર મહાનગરપાલિકા તરફથી કોરોના પેન્ડેમિક અંતર્ગત લોકોને ઘરે બેઠા સારવાર મળે તે માટે ૧૮ ધનવંતરી રથ જામનગર શહેરની અંદર કાર્યરત છે. દરરોજ જુદી જુદી જગ્યાએ જઈ અને સેવા આપે છે. તેની સાથે ડૉક્ટર અને મેડિકલ પેરામેડિકલ સ્ટાફ પણ હોય છે. સાથે લોકો ને દવા તથા ઉકાળો પણ આપવામાં આવે છે. સવારે ૧૦ થી ૧ અને બપોરે ૪ થી ૬ જુદા વિસ્તારોમાં આ પ્રમાણે ની સેવા આપે છે. ડો. કલ્પનાબેન ખંડેરિયા જણાવે છે કે લગભગ ૧૦૦ થી ૨૦૦ પેશન્ટની ઓપીડી દરરોજ થાય છે અને તેનાથી વિશેષ પેશન્ટોને જે રેપિડ ટેસ્ટ કહેવાય (કોરોના માટેની કહેવાય) તે પણ ત્યાંજ કરી આપે છે. જેમને પણ ટેસ્ટ પોઝિટિવ આવે છે તેઓને ઘરે રહિનેજ આ વસ્તુની ખબર પડી જાય છે. તેમને સાત દિવસ ની દવા આપવામાં આવે છે હોમ isolation ની વાત કરવામાં આવે છે.

જેમને હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર હોય તો તેનું પણ ગાઇડન્સ આપવામાં આવે છે. ભારતીય જૈન સંગઠન જામનગર ડીસ્ટ્રીક તરફથી તથા બટુકભાઈ ખંઢેરીયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી જામનગર મહાનગરપાલિકાના સ્તુત્ય પગલાંને બિરદાવતા ૧- ૧ ધન્વંતરી રથનું યોગદાન આપવામાં આવ્યું. નવાગામ આરોગ્ય કેન્દ્ર અને એક બાપુ બેડી નું આરોગ્ય કેન્દ્રના વિસ્તારોમાં જુદી જુદી જગ્યાએ દર્દીઓ તપાસશે તેમ ભારતીય જૈન સંગઠન જામનગર ડીસ્ટ્રીક પ્રમુખ ભુપેશભાઈ શાહની યાદી જણાવે છે.

Related posts

Leave a Comment