COVID-19 ના પગલે છોટાઉદેપુર જિલ્લામાં જાહેરનામું અમલી

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર

                      હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID -19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટ સુજલ મયાત્રાએ, ફોજદારી કાર્યરિતી અધિનિયમ- (સી.આર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં.ર)ની કલમ-૧૪૪ અને ગુજરાત એપેડેમિક ડિસીઝ, કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ર૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૩ અને ૩૪ અન્વયે મળેલ સત્તાની રૂએ તા ૦૧/૧૦/૨૦૨૦ થી તા.૩૧/૧૦/૨૦૨૦ સુધી કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં નીચે મુજબની પ્રવૃતિઓને સોશ્યલ ડિસ્ટન્સિંગ અને ફેસ કવર બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના નિર્દેશો/ગાઇડલાઇનની અનુસરવાની શરતે મંજુરી આપવામાં આવે છે.
સિનેમા હોલ, થિયેટર અને મલ્ટીપ્લેક્ષ તા. ૧૫/૧૦/૨૦૨૦થી ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગની સુચનાઓ તથા એસ.ઓ.પી મુજબ ૫૦ ટકા કેપેસિટી સાથે ચાલુ કરી શકાશે. મનોરંજન પાર્ક અને તેના જેવા અન્ય સ્થળો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની એસ.ઓ.પી મુજબ તા. ૧૫/૧૦/૨૦૨૦થી ચાલુ કરી શકાશે. સ્વીમીંગ પુલ્સ, ભારત સરકારના યુવા અને રમત ગમત બાબતોના મંત્રાલયની એસ.ઓ.પીના આધારે રાજય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગની સુચનાઓને અનુસરીને તા. ૧૫/૧૦/૨૦૨૦થી ફકત રમતવીરોને તાલીમ આપવાના હેતુ માટે શરૂ કરી શકાશે. બિઝનેશ ટુ બિઝનેશ પ્રદર્શન , ભારત સરકારના કોમર્સ મંત્રાલયની એસ.ઓ.પીના આધારે રાજય સરકારના ઉદ્યોગ અને ખાણ મંત્રાલયની સુચનાઓને અનુસરીને તા. ૧૫/૧૦/૨૦૨૦થી યોજી શકાશે. જાહેર બાગ બગીચા અને પાર્ક ખોલીસ શકાશે. તમામ ધાર્મિક સ્થળો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની તા. ૦૮/૦૬/૨૦૨૦ની એસ.ઓ.પી. તથા રાજય સરકારના તા. ૦૭/૦૬/૨૦૨૦ના હુકમમાં જણાવેલ વિગતોને અનુસરીને તમામ પ્રકારના ધાર્મિક સ્થળો ખોલી શકાશે. હોટેલ અને રેસ્ટોરન્ટ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની તા. ૦૮/૦૬/૨૦૨૦ની એસ.ઓ.પી. મુજબ રાત્રીના ૧૧:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. ટિફિન/પાર્સલ સેવામાં સમયનો બાધ રહેશે નહિ. શોપીંગ મોલ્સ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની તા. ૦૮/૦૬/૨૦૨૦ની એસ.ઓ.પી. મુજબ ખોલી શકાશે. તમામ પ્રકારની દુકાનો સમયના બાધ વગર ખોલી શકાશે. તમામ લાયબ્રેરી ૬૦ ટકા કેપેસિટી સાથે ચાલુ રાખી શકાશે. જી.એસ.આર.ટી.સી બસ સર્વિસ/પ્રાયવેટ બસ સર્વિસ ૭૫ ટકા કેપેસિટી સાથે ફરજીયાત માસ્ક પહેરીને ચાલુ રાખી શકાશે. ઓટો રીક્ષા એક ડ્રાઇવર અને બે પેસેન્જરની મર્યાદામાં ફરજીયાત માસ્ક પહેરીને ચાલુ રાખી શકાશે. કેબ, ટેક્ષી અને ખાનગી વાહનો એક ડ્રાઇવર તથા ત્રણ પેસેન્જરની મર્યાદામાં ફરજીયાત માસ્ક પહેરીને મુસાફરી કરી શકશે. જો વાહનની બેઠક ક્ષમતા ૬ અથવા વધારે હોય તો તેમાં ૧ પરિવારના ૪ પેસેન્જર મુસાફરી કરી શકશે. પરિવારના ઉપયોગ માટેના ખાનગી વાહનો એક ડ્રાઇવર અને ત્રણ વ્યક્તિઓની મર્યાદામાં ફરજીયાત માસ્ક પહેરીને મુસાફરી કરી શકશે. દ્વિચક્રી વાહનો પર એક ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિ ફરજીયાત માસ્ક પહેરીને મુસાફરી કરી શકશે. સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક/રાજકીય સમારોહ તથા અન્ય સમારોહમાં તા. ૦૧/૦૯/૨૦૨૦ ના જાહેરનામાથી નિયત કરવામાં આવેલ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદામાં તા. ૧૫/૧૦/૨૦૨૦ સુધી યથાવત રહેશે. ઉપરોકત બાબતે અંગે તા. ૧૫/૧૦/૨૦૨૦ પછી માર્ગદર્શિકા ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે. રાજયમાં શાળા, કોચિંગ સસ્થાઓ તા. ૧૫/૧૦/૨૦૨૦ બાદ ક્રમશ: પુન: શરૂ કરવા માટે રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે. જે અંગે શિક્ષણ વિભાગ દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એડયુકેશન એન્ડ લિટરસી મિનિસ્ટ્રી ઓફ એડયુકેશન ફોર ગોવેર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ એસ.ઓ.પીને ધ્યાને લઇ સ્થાનિક પરિસ્થિતિને લક્ષમાં લઇ વિગતવાર SOP/Insructions જાહેર કરવામાં આવશે. ડીપાર્ટમેન્ટ ઓફ હાયર એડયુકેશન ફોર મિનિસ્ટ્રી ઓફ એડયુકેશન કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમાં સ્થિતિની સમીક્ષા કરી કોલેજો, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવાના સમય અંગે નિર્ણય લેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વખતોવખતના હુકમોથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે અને તેના તમામે ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ભારત સરકારના ગૃહ વિભાગના હુકમ કર્માંક નં ૪૦-૩/૨૦૨૦-ડીએમ-આઇ (એ) તા. ૩૦/૦૯/૨૦૨૦ના હુકમ સાથેા Annexure-1માં જણાવવામાં આવેલ કોવિડ-૧૯ની માર્ગદર્શક સુચનાઓનું તમામે ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
જાહેરમાં થુંકવા તથા જાહેરમાં યોગ્ય રીતે ચહેરો ન ઢાંકવા બદલ રાજય સરકાર દ્વારા વખતોવખતના હુકમથી નિયત કરવામાં આવેલ દંડને પાત્ર થશે. આ જાહેરનામાની જોગવાઇઓ રાજય/કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓના ઉલ્લંઘન કરનાર વ્યક્તિ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ-૨૦૦૫ તથા ભારતીય ફોજદારી અધિનિયમ ધારો-૧૮૬૦ની જોગવાઇઓ હેઠળ કારયવાહીને પાત્ર થશે. આ જાહેરનામાનું અસરકારક અમલીકરણ તમામે આ જાહેરનામું સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારને લાગુ પડશે. આ હુકમ તા.૦૧/૧૦/૨૦૨૦ થી તા.૩૧/૧૦/૨૦૨૦ ના ર૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ભારતીય દંડ સહિતા- ૧૮૬૦ ની કલમ -૧૮૮, ધ ગુજરાત એપેડેમિક ડિઝાસ્ટર એકટ રેગ્યુલેશન, ૨૦૨૦ ની જોગવાઇઓ મુજબ સજા થશે.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment