હિન્દ ન્યૂઝ, અરવલ્લી,
મોડાસા – અરવલ્લી જિલ્લાના વિવિધ કેન્દ્રો પર આગામી તા. ૧૨ થી.૨૦ ઓકટોબર-૨૦૨૦ના રોજ સવારના ૧૧-૦૦ કલાકથી બપોરના ૨-૦૦ કલાક દરમ્યાન રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્રારા આયોજીત D EL ED ની પરીક્ષા સમય દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ સી.આર પી.સીની કલમ ૧૪૪ મુજબ ફોજદારી કાર્યરીતિ અધિનિયમન ૧૯૭૩ની કલમ-૧૪થી મળેલ સત્તાની રુએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ અરવલ્લી, બી. ડી દાવેરા જી. એ એસ અરવલ્લી જિલ્લાના વિવિધ કેન્દ્રો પર અગામી તા.૧૨/૧૦/૨૦ થી તા.૨૦/૧૦/૨૦૨૦ ના રોજ સવારના ૧૧-૦૦ કલાકથી બપોરના ૨ -૦૦ કલાક દરમ્યાન રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્રારા આયોજીત D.EL.ED ની પરીક્ષા યોજાનાર હોઇ પરીક્ષા દરમ્યાન તથા પરીક્ષા કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી અરવલ્લી જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની સીમાથી ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇપણ વ્યકિત પરીક્ષા સમય દરમ્યાન મોબાઇલ/સેલ્યુલર ફોન/પેજર/કોર્ડલેસ ફોન/સ્માર્ટ વોચ/ટેબલેટ જેવા ઇલેકટ્રોનિક ઉપકરણો સાથે લઇ જઇ શકશે નહિં. પરીક્ષા સમય દરમ્યાન પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવું અથવા ભેગા થવું નહી કે સુત્રો પોકારવા નહીં કે સરઘસ અથવા રેલી કાઢવી નહીં પથ્થર કે અન્ય પદાર્થ લઇ જવા નહી તથા પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર સુધીની ત્રિજયામાં ઝેરોક્ષ મશીન ચાલું રાખી શકાશે નહી.
આ હુકમ જિલ્લા મેજીસ્ટ્રેટ અને પરીક્ષા સમિતિના અધિકારીઓ તથા પરીક્ષા કામગીરીમાં તેમજ બંદોબસ્તમાં રોકાયેલા સ્ટાફના માણસો, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મોડાસા અને બાયડ તથા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અને ફલાઇંગ સ્કવોડના અધિકારીઓને લાગુ પડશે નહીં.
આ આદેશનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.
રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા