ડભોઇ વેગા ચોકડી નજીક ઓવરબ્રિજ ઉપર ફાયરફાઈટર અને ડિઝલ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો

હિન્દ ન્યૂઝ, ડભોઇ,

ડભોઈ વેગા ચોકડી પાસે આવેલ નવા બનેલ રેલવે ઓવરબ્રિજ ઉપર વડોદરા મહાનગર પાલિકાના ફાયર ફાઈટર અને ડીઝલ ભરેલ ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ટેન્કરમાંથી ડીઝલના ફુવારા ઉડવા લાગ્યા હતા અને ઓવરબ્રિજ પરથી નદી વહેતી હોય એ રીતે ડીઝલ રસ્તા ઉપર વહેતું થયું હતું. મળતી માહિતી મુજબ ડભોઇ પાસે આવેલ શાહ એન્જિનિયરિંગ કંપનીમાં રીપેરીંગ કામ કરાવવા માટે મહાનગર પાલિકાનું ફાયર ફાઈટર નંબર GQB-4849 આવ્યું હોય, ડ્રાઈવર કંપનીમાં જવાનો રસ્તો ભૂલો પડી જતા ઓવરબ્રિજ ઉપર આગળ વધી ગયો હતો અને વળતો પાછા બ્રિજ ઊતરી રહ્યા હતા ત્યારે સામેની બાજુથી એક ડીઝલ ભરેલું ટેન્કર નંબર GJ3-AZ-9510 છોટાઉદેપુર તરફ જઈ રહ્યું હતું ત્યારે બંને વાહનો એકબીજા સાથે ભટકાઈ જતા અકસ્માત થયો હતો. અકસ્માત થતાં જ ટેન્કરમાંથી ડીઝલ રસ્તા ઉપર ઢોળાઇ જતા રોડ ડીઝલથી રેલમછેલ થઈ ગયો હતો. ડભોઇ પોલીસને જાણ થતાં તુરંત જ પોલીસતંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચી જઈ પરિસ્થિતિને કાબુમાં લઇ વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો.સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાનિ કે દુર્ઘટના બની હતી નહિ.

રિપોર્ટર : નઈમ હુઈ, ડભોઇ

Related posts

Leave a Comment