હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
તા.૦૫, તાલાળા તાલુકાના ચિત્રાવડના કરીમનગર પ્લોટ ખાતે નાબાર્ડ સંસ્થા અને આગાખાન સંસ્થાના સહયોગથી સ્વચ્છતા સાક્ષરતા અભિયાનના ભાગ રૂપે સ્વચ્છતા જાગૃતિ કાર્ય-શિબિર યોજાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાના નાબાર્ડ બેન્કના જિલ્લા મેનેજરશ્રી કિરણભાઈ રાઉતે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની મહામારીમાં સ્વચ્છતાનું પાલન કરવું જરૂરી છે. નિયમિત હાથ સાફ કરવા, માસ્કનો ઉપયોગ કરવો, સામાજીક અંતર રાખવુ, શૌચાલયનો ઉપયોગ કરવો ઉપરાંત બેન્કની જુદી-જુદી યોજનાઓ વિશે માહિતી આપી હતી.આ તકે એલડીએમ અશોક વ્યાસ, એમ.આર.વાધવાણી, તાલુકા આજીવિકા અધિકારી હિતેન, ઉદય એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી લલિતાબેન પાનસુરીયા, ઈસ્માઈલ સમાજના સીરાજભાઈ ઝારીય સહિતના મહાનુભાવો તેમજ સખી મંડળની બહેનો સહભાગી થઈ હતી. શિબિરમાં સહભાગી થયેલ તમામ બહેનોને નાબાર્ડ સંસ્થા દ્રારા સ્વચ્છતા માટેની હાઈઝીંગ કિટ આપી હતી. શિબિરનું સંચાલન તાલુકા પંચાયતના હિરેનભાઈ યાદવે અને આભારવિધી ગીતાબેને કરી હતી.
રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ