હિન્દ ન્યૂઝ, કચ્છ
તા.૦૫ મુન્દ્રા ઉત્તર પ્રદેશ ના હાથરસ અને બલરામપુર માં થયેલ યુવતી પર જઘન્ય કૃત્ય ને વખોડી આ ઘટના ના વિરોધ માં આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મુન્દ્રા તાલુકા ટીમ તથા સામાજિક આગેવાનો દ્વારા પ્રાંત કચેરી મુન્દ્રા દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ નરાધમ અપરાધીઓ ને સખત મા સખત સજા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી અને ઉત્તર પ્રદેશ માં હાથરસ, બલરામ પુર મા બળાત્કાર હત્યા ની જધન્ય ઘટનાઓના પગલે રાજ્ય ની યોગી સરકાર નેં બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાદવા આવે એવી માંગ કરવામાં આવી હતી. જો આગામી દિવસોમાં આરોપી ઓ ને સજા નહીં કરવામાં આવે તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા તથા તાલુકા ટીમ દ્વારા ઉગ્ર મા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, ધરણાંઓ અને ચક્કાજામ પણ્ કરવામાં આવશે. જેની સરકાર નોંધ લે અને આ કાર્યક્રમો દરમિયાન જો કોઈ પણ પ્રકારની ઈચ્છનીય ઘટના બને છે, તો તેની તમામ જવાબદારી આ તંત્ર અને પોલીસ પ્રશાસન ની રહેશે તેવું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મુન્દ્રા તાલુકા પ્રમુખ ભાવેશ મહેશ્વરી જણાવ્યું હતું. આ આવેદનપત્ર મા ભાવેશ મહેશ્વરી, (રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મુન્દ્રા તાલુકા પ્રમુખ), રામજી ભાઈ સોંધરા (ઉપ પ્રમુખ), હિના બેન ડી મહેશ્વરી (કચ્છ જિલ્લા મહિલા પ્રમુખ), ભરત ભાઈ પાતારીયા, લિના બેન મહેશ્વરી, રાજેશ ભાઈ મકવાણા, ધિરજ પાતારીયા, જીતેન્દ્ર ધેડા સાથે જોડાયાં હતાં.
રિપોર્ટર : રામજી સોંધરા, કચ્છ