હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર,
દિવસે ને દિવસે ટેકનોલોજીના અનંત વિકાસના કારણે માનવી ચંદ્ર ઉપર જવાનું યંત્ર પણ શોધી કાઢ્યું છે, તેમજ અવનવા ઉપકરણની શોધ કરીને આગળ વધી રહ્યો છે. ત્યારે એક તરફ ટેલિફોનથી લઈને વીડિયો કોલિંગ સુધીની ટેકનોલોજીનો ઉપયોગ કરનાર માનવી તો બીજી તરફ આજે પણ જુના જમાનામાં ઉપયોગમાં લેવાતા સાવરણી, સૂપડું, મસોટી વગેરેનું ઉત્પાદન આજે પણ છોટાઉદેપુર જિલ્લાના “જલોદા” ગામના લોકો તેના સાથે જોડાયેલા છે. આ હાથ બનાવટની કલા જાણે ગામને વારસામાં મળી હોય તેમ તેઓના હાથ મશીનની ચાલી ચાલે છે, અને મિનિટોમાં જ અનેક નંગો બનાવી દેવાની અનોખી કળા ધરાવે છે. છોટાઉદેપુર જીલ્લા તેમજ તાલુકામાં આવેલ જલોદા ગામની મુલાકાત અમોએ લીધી ત્યારે સમગ્ર ગ્રામજનો પોતપોતાના વાડા કે ચોકમાં વાંસવણાટની બનાવટ કરતા જોવા મળ્યા હતા. તેઓમાંથી મહિલા કારીગર લીલાબેન સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમો જિલ્લામાં ભરાતા અઠવાડીક હાટોમાં જઈ અને અમારા દ્વારા બનાવવામાં આવેલ દેશી બનાવટની ચીજવસ્તુઓનીનું વેચાણ કરીએ છીએ, પરંતુ છેલ્લા કેટલાક સમયથી લોક ડાઉનના કારણે અઠવાડિક હાટો ભરાતા ન હતા તેવા સમયે અમોને ગામે ગામ જઈ અને અમારી વસ્તુ વેચવાની અમોને ફરજ પડી હતી. અને અમારી હાલત કફોડી બનવા પામી હતી. વધુમાં જણાવેલ અને ઇચ્છા વ્યક્ત કરી કે અમારા ધંધાને પ્રોત્સાહના રૂપે કોઇ યોજના અમલ સરકાર તરફથી કરવામાં આવે અને કોઈ સહાય યોજના જાહેર કરવામાં આવે તો અમારો આર્થિક વિકાસ સાચા અર્થમાં થઈ શકે તેમ છે. અત્રે ખાસ ઉલ્લેખનીય એ છે કે આ વિસ્તારમાં વેચાતી દેશી બનાવટની ચીજવસ્તુઓ શહેરીજનો પણ ઉપયોગમાં લેતા હોવાથી અત્રેથી ખરીદી કરી મંગાવે છે. તેમજ તેના વૈકલ્પીક સાધનો બજારોમાં ઉપલબ્ધ હોય છે પરંતુ તેની ગુણવત્તા અને આર્થિક મૂલ્યની દ્રષ્ટિએ આજદિન સુધી તે સાચા અર્થમાં વિકલ્પ સાબિત થઈ શક્યા નથી તે પણ એક સત્ય હકીકત છે.
રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર
