કેશોદ શહેરમાં સાયકલ પર કરતબો બતાવી પેટીયું રળતા વ્રજવાસી

કેશોદ,

કેશોદ શહેરમાં વ્રજવાસી યુવાનો દ્વારા રોજ રાત્રીના સમયે સાયકલ પર કરતબો રજૂ કરી દર્શકો નાં મન જીતીને પોતાનું પેટીયું રળી રહ્યા છે. કેશોદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ખુલ્લા મેદાનમાં જાહેર જનતા માટે રાત્રીના સમયે પાંચ દિવસ સુધી સાયકલ પર કરતબો રજૂ કરવા ઉપરાંત અંગ કસરતના દાવ રજૂ કરી દર્શકો નાં મન જીતીને સ્વૈચ્છિક આર્થિક સહયોગ મેળવીને આધ્યાત્મિક અને શારીરિક યોગ સાધના જીવંત રાખવા પ્રયત્ન કરી રહ્યા છે. મુળ મથુરા નગરી નાં વ્રજવાસી પ્રકાશભાઈ, હરેશભાઈ અને લાલાભાઈ પોતાનાં પરિવાર થી દુર કેશોદના કૃષ્ણનગર સોસાયટી ના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ના પ્રાંગણ માં પાંચ દિવસ કરતબો રજૂ કરી આજથી મહેશનગર સોસાયટીમાં પાંચ દિવસ સુધી પોતાની કળા રજૂ કરશે. કેશોદ શહેરના કલારસિકો ને વ્રજવાસી સર્કસ નાં કલા કરતબ નિહાળવા અપીલ કરી છે.

રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment