કાલાવડ શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ (કાલાવડ) ખાતે ‘માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ’ યોજાયો

કાલાવડ,

          કાલાવડ ખાતે શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ (કાલાવડ) માં આજે તા. 14-02-2020 ના રોજ ‘માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ કાલાવડ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ ‘માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ’ માં આવેલ વાલીઓને સાંસ્કૃતિક પરંપરાગત રીતે વિદ્યાર્થીઓ પાસે માતૃ-પિતૃ પૂજન કરાવ્યું હતું.

જેમાં કુલ 12 વાલીશ્રીઓ દંપતિઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના વાલી ની પૂજન-અર્ચના-વંદના કરી હતી.આ કાર્યક્રમ ને શાસ્ત્રોક્ત વિઘીથી યજ્ઞ પ્રજ્વલિત શ્રી દિલીપભાઈ રાવલે કરેલ હતી. તેમજ પૂજા અર્ચના કર્યા બાદ વિદ્યાર્થીઓએ પોતાના વાલી ની પ્રદિક્ષણા કરી આશીર્વાદ મેળવ્યા હતા. આમ વિધિ પૂર્વક આ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.

         ‘માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ’ માં આચાર્યશ્રી વાદી સાહેબ તેમજ તૃપ્તિબેન, કુંદન ભાઈ દ્વારા આ કાર્યક્રમનું મહત્વ સમજાવ્યુ હતું. સાથે સમગ્ર સ્ટાફ શ્રી કાસુન્દ્રા સાહેબ, શ્રી અતુલભાઇ, શ્રી બોખાણી સાહેબ, શ્રી જેઠવા સાહેબ અને રૂપલ મેડમ આ સર્વે એ કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી હતી.

Related posts

Leave a Comment