હિન્દ ન્યૂઝ, દિયોદર,
વર્તમાન સમય ચોમાસા દરમ્યાન ભારે થી અતિભારે વરસાદ ના કારણે ખેડૂતો ના ઉભા પાક માં નુકશાન થયેલ છે. જે અંગે બનાસકાંઠા જિલ્લા ના ખેડૂતો ને સહાય પેકેજ આપવા આજે કિસાન એકતા સમિતિ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. ગુજરાત માં આ વર્ષે ખરીફ પાક ને વરસાદ થી થયેલ નુકશાન અંગે રાજ્ય ના મુખ્યમંત્રી દ્વારા વિધાનસભા ગૃહ માં રૂપિયા 3700 કરોડ ના સહાય પેકેજ ની જાહેરાત કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લા ના 14 તાલુકા ને બાકાત રાખવામાં આવતા કિસાન એકતા સમિતિ દિયોદર દ્વારા આજરોજ ચાલુ ચોમાસા દરમિયાન થયેલ ભારે વરસાદ ના કારણે ખેડૂતો નો ઉભો પાક નાશ પામ્યો હતો જે બાબતે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. જેમાં તાત્કાલીક ધોરણે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવા રજુઆત કરી છે.
રિપોર્ટર : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર