રાજકોટ,
તા.૯/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ગોંડલ રોડ ઉપર આવેલ P.D.M કોલેજ પાસેથી એક બાળક મળી આવ્યું હોય. કંટ્રોલમાં જાણ કરતા માલવીયાનગર પોલીસ બાળકને પોલીસ સ્ટેશને લાવી રમકડાં આપી તેનું નામ પૂછતાં માત્ર વિજય હોવાનું જણાવ્યું હતું. જેથી P.I કે.એન.ભૂંકણના માર્ગદર્શન હેઠળ P.S.I વી.કે.ઝાલા અને સ્ટાફની જુદી જુદી ટીમો બનાવીને બાળકના વાલીવારસની શોધખોળ શરુ કરી હતી. દરમિયાન મશરીભાઇ ભેટારીયા અને અશ્વિનભાઈ કાનગડની ટીમે આ બાળક ગોકુલધામ R.M.C ક્વાર્ટરમાં રહેતા કલ્પેશભાઈ શશિકાન્તભાઈ ઉનડકટનું હોવાનું જાણવા મળતા તેઓને પોલીસ સ્ટેશને લાવતા બાળક પિતાને જોઈને ભેટી પડ્યો હતો. સવારે ઘર પાસે રમતા રમતા દોઢ કિલોમીટર દૂર નીકળી ગયો હતો. અને ભૂલો પડી ગયો હતો. બાળક હેમખેમ મળી જતા પોલીસનો આભાર માન્યો હતો. આ કામગીરીમાં યુવરાજસિંહ જાડેજા, ભાવિનભાઈ ગઢવી, દિગપાલસિંહ જાડેજા, ભાવેશભાઈ ગઢવી, હરપાલસિંહ જાડેજા, રોહિતભાઈ કછોટ, મહેશભાઈ ચાવડા અને અરુણભાઈ ચાવડાએ કામગીરી બજવેલ હતી.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ