હડિયાણા ખાતે વરસાદ વધુ થવાથી પાકને થયેલ નુકસાન ને લઈ જા.જી. વિકાસ અધિકારી ને સર્વે કરવા રજૂઆત કરી

હડિયાણા,

હડિયાણા ગામે રહેતા અને પૂર્વ ગુજરાત ભા.જ.પા પ્રદેશ મંત્રી બક્ષીપચ ના ભરતભાઈ ડી.પરમાર દ્વારા ચાલુ વર્ષે ચોમાસુ સારૂ થયેલ છે. પણ ભારે થી અતિ ભારે વરસાદ થવાથી ખેતી ના પાક ને ભારે નુકસાની આવી પડી છે. ત્યારે અતિવૃષ્ટિ થી થયેલા પાક નું નુકસાનીનું સર્વે કરવા બાબત.
હડિયાણા ગામે ચાલુ વરસાદ ની સીઝનમાં ભારે થી અતિ ભારે વરસાદ પડયો હતો. જેથી ખેડૂતો ને પોતાના ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. તેમાં જનતું નાશક દવાઓ નો પણ છટકવા કરી ને પોતાના મોલ ને જીવન દાન મળી રહે તે માટે ના અથાગ પ્રયત્ન કરે છે. પણ વરસાદ થી સમગ્ર પાક નું નુકસાન થયું છે તે માટે હડિયાણા ગામના આગેવાન અને પોતાના ન ખેતરમાં થયેલા નુકશાન બાબતે લેખિત માં જામનગર જિલ્લા વિકાસ અધિકારી ને નુકશાન ની નું સર્વે કરવવા માટે રજુઆત કરી છે. અને સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત એવી છે. કે હડિયાણા ગ્રામ પંચાયત દ્વારા રજુઆત એવી કરવામાં આવી છે. કે કોઈ પણ પ્રકારની નુકશાન થયેલ નથી તો સુ ખેડૂતો એ પોતાના ખેતરમાં કરેલા વાવેતર માં મોટી સંખ્યામાં નુકસાની થયેલ છે. તેની જવાબદારી કૉની છે. અને કાયદેસર નું સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તે મુજબ જો સર્વે કરવામાં આવે તો અને સર્વે માં નુકસાન થયેલ જણાય તો ગ્રામ પંચાયત દ્વારા રજુઆત કરી છે. તેના ઉપર કાયદેસર ની કાર્યવાહી અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માગણી કરી છે. અને નકલ રવાના પણ જોડિયા તાલુકા વિકાસ અધિકારી ને પણ મોકલવામાં આવી છે.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment