રાજકોટ ભરવાડ સમાજ દ્વારા કોરોના મહામારીને લઈને લેવાયો ક્રાંતિકારી નિર્ણય, દુઃખદ પ્રસંગે લૌકિક ક્રિયા કે બેસણા પર પ્રતિબંધ માત્ર ટેલિફોનિક બેસણું જ કરવુ

રાજકોટ,

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના એ કારો કહેર વર્તાવ્યો છે અને કોરોનાથી લાખો લોકો મોતને ભેટ્યા છે અને હજુ પણ આ સિલસિલો આજની તારીખે પણ ચાલુ જ છે અને કાયમી કોરોના સંક્રમિત વધી રહ્યા છે ત્યારે તેની ગંભીરતાથી નોંધ લઈને રાજકોટ ભરવાડ સમાજના આગેવાનો ગત રાત્રે દિવાનપરામાં આવેલ સમસ્ત ભરવાડ સમાજના આરાધ્ય દેવ શ્રી મચ્છો માતાજીના મંદિરે મેઈન આગેવાનો સરકારી ગાઈડ લાઈન્સનું પાલન કરીને મોઢે માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને એકઠા થઈને બીજા અગ્રણીઓ સાથે ટેલિફોનથી ચર્ચા અને પરામર્શ કરીને‌ સર્વાનુમતે સમાજના હિતમાં એક નિર્ણય કરવામાં આવ્યો કે કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ અને સંક્રમણથી બચવા માટે સમાજમાં કયાય પણ દુઃખદ પ્રસંગે બને તો સંક્રમણને અટકાવા માટે જરુરી વિધિ માત્ર પરીવારનાં જ લોકોએ પુર્ણ કરવી અને ઉતરક્રિયા પરીવારને સ્વજનો દ્વારા ૫ કે ૬ દિવસમાં ઘરમેળે પુરી કરવી. બેસણુ સંપુર્ણ બંધ રાખવુ અને માત્રને માત્ર ફોન પર જ લોકિક કરવી તેવો ક્રાન્તિકારી નિર્ણય સર્વાનુમતે કરવામાં આવેલ જેને સમાજે પણ આવકારેલ. આ ક્રાન્તિકારી નિર્ણયમાં રાજકોટ ભરવાડ સમાજના આગેવાનો ભીખાભાઇ પડસારીયા, રાજુભાઇ જુંજા, રણજીતભાઈ મુંધવા, ભરતભાઇ મકવાણા, ધોધાભાઇ ખીટ, ધિરુભાઇ ખીંટ, રધુભાઇ લામકા, ડાયાભાઇ માટીયા, કાબાભાઇ બાબુતર, બચુભાઇ માટીયા, પાંચાભાઇ મુંધવા, લાખાભાઇ બાંભવા, દેવાભાી ચાવડિયા, બોદાભાઇ ગમારા, બાબુભાઇ ગમારા, દિનેશભાઇ ટોળીયા, નાગજીભાી ગોલતર, ધિરુભાઇ માટીયા, અસ્વિનભાઈ બાંભવા, હેમતભાી મુંધવા, કારુભાઇ મુંધવા, હમીરભાઇ મુંધવા, બીજલભાઇ ચાવડિયા, રાજુભાઇ ચાવડીયા, કરણાભાઇ માલધારી, દિનેશભાઇ રાઠોડ, કવાભાઇ ગોલતર, બાબુભાઇ માટીયા, બાબુભાઇ ચાવડિયા, નારણભાઇ વકાતર, ગોવિદભાઈ બાંભવા, રામભાઇ ખીટ, ખોડાભાઇ ગમારા, સંજયભાઈ ગમારા, ડાયાભાઇ રાતડીયા, રમેશભાઈ જુંજા, વિરમભાઇ રાતડિયા, જીતુભાઇ કાટોડીયા, ચકાભાઇ ખીટ, ભગુભાઇ ડાભી, મગનભાઇ ડાભી, સંજયભાઈ ડાભી, વશરામભાઇ ડાભી, નારણભાઇ સાનીયા, વિભાભાઇ માટીયા, ભુપતભાઇ ચાવડિયા, હિરાભાઇ બાંભવા, બીજલભાઇ ટારીયા, હકાભાઇ ભુંડીયા, મેપાભાઇ વરુ, રામભાઇ ચાવડિયા, બીજલભાઇ ડાભી, ધિરુભાઇ પડસારીયા વગેરે એ પોતાના વિચારો રજુ કરીને ક્રાન્તિકારી નિર્ણય કરવા સહભાગી બન્યા.

અહેવાલ : ભોજાભાઈ ટોયટા, નિકાવા

Related posts

Leave a Comment