હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ તાલુકાના ગ્રામીણ વિસ્તારના ભૂલકાંઓના પોષણ અને પ્રારંભિક શિક્ષણ માટે એક નવો સુભગ સમન્વય સર્જાયો હતો. વલસાડ તાલુકાના જુજવા ગામમાં મીલ ફળીયા ખાતે નવનિર્મિત નવીન આંગણવાડી (નંદઘર) મકાનનું લોકાર્પણ વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ ધવલભાઈ જણાવ્યું કે, આ નવી આંગણવાડીના લોકાર્પણથી બાળકોને આધુનિક સુવિધાઓ સાથે ઉત્તમ સંસ્કાર અને પોષણયુક્ત વાતાવરણ ઘરઆંગણે જ મળી રહેશે, જેથી આ નવું સંકુલ આશીર્વાદરૂપ બનશે. બાળકોનો સર્વાંગી વિકાસ એ જ સક્ષમ અને સમૃદ્ધ રાષ્ટ્રનો પાયો છે. સાંસદ ધવલભાઈએ જુજવા ગ્રામ પંચાયત પરિવાર અને સમગ્ર ગ્રામજનોને આ નૂતન સુવિધા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
