રાજકોટ,
રાજકોટ શહેરની નિલકંઠ હોસ્પિટલે માત્ર લેબ ટેસ્ટનું જ બિલ રૂપિયા ૧ લાખ સહિત ૪ લાખ રૂપિયા લીધા છે. હાલ સમગ્ર મામલાની તપાસ કમીટીને સોંપવામાં આવી છે. રૂમ ચાર્જીસ ૨ લાખ ૬૬ હજાર કરતા વધુ આપવામાં આવ્યો છે. અધ્યક્ષ કમિટીના પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ કહ્યું કે પહેલા દર્દીને હિયરીંગ માટે બોલાવીશું અને પછી હોસ્પિટલવાળાને બોલાવીને ખુલાસો માંગીશું. હાલ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે. જો કે હજુ સુધી દર્દીના પરિવાર તરફથી કોઇપણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી નથી. જીલ્લા કલેક્ટર રૈમ્યા મોહને ખાસ ટીમની રચના કરી હતી. બેઠક બોલાવી હતી. જે બેઠક પૂરી થતા જ ડો.પી.સિંઘ, ડો.પટેલ તેમજ ડો.પીપળિયા સહિતના તબીબોની ટીમ નિલકંઠ હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગમાં ગઈ હતી. જ્યાં એક પરિવાર બિલ માટે માથાકૂટ કરતા જોવા મળ્યા હતા. જ્યારે દર્દીના સંબંધી સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે હોસ્પિટલે ૧૦૮૯૫૦ રૂપિયા માત્ર ટેસ્ટ કરવાના લગાવ્યા છે. અને કુલ.૪ લાખનું બિલ બનાવ્યું છે. ટેસ્ટ જોતા ખ્યાલ પડ્યો કે જે ટેસ્ટ એક સપ્તાહે અથવા તો ૧૦ દિવસ બાદ કરવાના હોય તે ટેસ્ટ રોજ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં લેબોરેટરીનું બિલ આપવાનું તેની જગ્યાએ માત્ર એક ચિઠ્ઠીમાં લખીને આપ્યું હતું. નિલકંઠ હોસ્પિટલની ગેરરીતિ પકડાઇ ગઇ હતી. બિલ નહીં ભરે તો ડિસ્ચાર્જ નહીં કરે તેવી પણ ધમકી આપવામાં આવી હતી. પરંતુ દર્દીની તબિયતને ધ્યાનમાં રાખીને ૪ લાખ રૂપિયા ભર્યા હતા.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.