હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લાના આહવા ખાતે પ્રાંત કચેરી ખાતે આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને એ.ટી.વી.ટી કાર્યવાહક સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં એ.ટી.વી.ટી યોજના હેઠળ ચાલતાં કામોની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં આહવા તાલુકામાં શેડના કામો, R.O પ્લાન્ટના કામો, એલ.ઇ.ડી.લાઇટના કામો, મોબાઇલ ટોઇલેટ યુનિટ, સી.સી. રસ્તાના કામો, નાળાના કામો. મીની પાઇપ લાઇનના કામો જે કુલ રૂ. ૨૫૦ લાખ, અને વઘઇ તાલુકાના સી.સી. રસ્તાના કામો, પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ, એલ.ઇ.ડી લાઇટના કામો, મોબાઇલ ટોઇલેટ યનિટ, નાળાનું કામ, આર.ઓ. પ્લાન્ટ, પાણીની સુવિધાના કામો, શૌચાલયનું કામ, શેડના કામો જે કુલ રૂ.૨૫૦ લાખ તેમજ સુબીર તાલુકાના સી.સી.રસ્તાનું કામ, એલ.ઇ.ડી. લાઇટના કામો, મોબાઇલ ટોઇલેટ યુનિટ, પેવર બ્લોકનું કામ, આર.ઓ. પ્લાન્ટ, મીની પાઇપલાઇનનું કામ, નાળાનું કામ જે કુલ ૨૫૦ લાખ ના વિવિધ ગ્રામ્ય વિસ્તારોના કામોની મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકની કાર્યવાહી પ્રાંત અધિકારી યુ.વિ.પટેલે સંભાળી હતી. બેઠકમાં આહવા, વઘઇ અને સુબીર તાલુકા પંચાયતના પ્રમુખ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત આંમત્રીત સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
