હડિયાણા ખાતે બે થી ત્રણ કલાક બાદ ખુટિયા ને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો

હડિયાણા, હિન્દ ન્યૂઝ

હડિયાણા સતવારા શેરી માં રહેતા કેતનભાઈ ટી.પરમાર કે જેઓ પોતાના માલિકી નું જૂનું મકાન તોડીને ફરીથી નવા રૂપરંગ માં અને નવી ડિઝાઇન માં શરૂઆત થી મકાન બનાવી રહ્યા છે. ત્યારે બાંધકામ ખાસ પહેલા તો પાણી ની વ્યવસ્થા કરવી પડે છે. તો સૌ પ્રથમ વખત તો મકાન ની જગ્યાએ ભુગર્ભમાં મોટી પાણી ની ટાંકી બનાવવામાં આવે છે. એટલે જ્યાં સુધી મકાન તૈયાર ન થાય ત્યા સુધી પાણી ની અછત ન વર્તાય. તો આ મકાન બની રહ્યું હતું, ત્યારે ગત રોજ વહેલી સવારે પાંચ વાગ્યા ની આસપાસ શેરીમાં બે ખુટિયા તેમની મોજ મસ્તી લડાઈમાં હતા. ત્યારે લડતા લડતા બે માંથી એક ખુટિયો પહેલા પાણીના ટાંકા માં પડી ગયેલ હતો.

અને ટાંકા માં પડતા જ જોરદાર અવાજ સાંભળી ને મકાન માલિક અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકો જાગી હતા. અને જોયુ તો ખુટિયો પાણીના ટાંકા માં અંદર પડી ગયો હતો. તો મકાન માલિકે તરત જ એક જેસિબી વાળા નો ફોન દ્વારા સંપર્ક કરી ને મહામુસીબતે ભારે જહેમત બાદ બે થી ત્રણ કલાક બાદ હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો. અને જેમ ટાંકા ની બહાર કાઢવામાં આવ્યો કે તરત જ ડોટ મૂકી હતી.

રિપોર્ટર : શરદ રાવલ,  હડિયાણા

Related posts

Leave a Comment