રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૭.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર યુનિ. રોડ પર આવેલી રાધાકૃષ્ણ સુચિત સોસાયટીમાં રહેતાં મુળ કોડીનારના યુવાન રવિ સોમાભાઇ વાઢેર નામના ૨૩ વર્ષીય યુવાને રાતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચી શરીરે કેરોસીન છાંટી સળગવાનો પ્રયાસ કરી પોલીસમેન અને વિસ્તારના મહિલાઓ વિરૂદ્ધ આક્ષેપો કરતાં દોડધામ મચી હતી. આ યુવાનનો માસીયાઇ ભાઇ કોડીનારથી આવેલો જયદિપ વજુભાઇ વાઢેર પણ પોલીસ સ્ટેશને આવી ભીંતમાં માથા પછાડવા માંડતાં તેને હોસ્પિટલે ખસેડાયો હતો. વિસ્તારના લોકો પોતે જ્યાં રહે છે. એ મકાન ખાલી કરાવવા અવાર-નવાર હેરાન કરી ખોટી અરજી, ફરિયાદો કરતાં હોવાની અને પોલીસ પણ તેને મદદ કરતાં હોવાનો આક્ષેપ રવિ વાઢેરે કરતાં અરજી નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ સામે આક્ષેપ ઈજાગ્રસ્ત યુવાને યુનિ. પોલીસના કોન્સ્ટેબલ સામે આક્ષેપ કર્યો છે. વધુમાં યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યુવરાજસિંહ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ મહિલાઓ ખોટી રીતે ખોટા આક્ષેપો કરીને ખોટા કેસમાં ફિટ કરી દેવા અવાર-નવાર ખોટી અરજીઓ કરે છે. અને આ મહિલાઓનો આ જ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યુવરાજસિંહ સાથ આપતા હોવાનો આક્ષેપ કરી અંટ્રોસીટી એકર હેઠળ ગુનો દાખલ કરવા દબાણ કર્યું હતું. જો કે પોલીસે અરજી લઈ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ