અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકાના નાના કંથારીયા તેમજ સાબરણ ગામે મનરેગા યોજના અંતર્ગત વ્યક્તિગત લાભાર્થી નક્કી કરવા સર્વે કરવામાં આવ્યું

અરવલ્લી, 

નાના કંથારીયા ગ્રુપ પંચાયત ના સરપંચ શ્રી બાબુભાઈ સોમાભાઇ ના જણાવ્યા અનુસાર તારીખ ૨૬/૮/૨૦૨૦, ને બુધવાર ના રોજ ભિલોડા તાલુકાના મનરેગા યોજના અંતર્ગત વ્યક્તિગત લાભાર્થી સર્વે કરવામાટે નાના કંથારીયા તેમજ સાબરણ ગામે ઘરે ઘરે જઇને સર્વે ની કામગીરી હાથ ધરી હતી અને લાભાર્થીઆેના ફોમઁ ભરવામાં આવ્યા હતા . 
સરપંચ ના જણાવ્યા અનુસાર ભિલોડા તાલુકા પંચાયત ના મનરેગા અધિકારીઓ
ટેકનિકલ આસી, હસમુખભાઇ અલતાબભાઇ, ભાવેશભાઇ, દિનેશભાઇ, જગદીશભાઇ પ્રજાપતિ તેમજ ગ્રામ રોજગાર સેવક મણિલાલ ખાંટ, પ્રવિણસિંહ જાડેજા, સુરેન્દ્ર કટારા અને નાના કંથારીયા સરપંચ બાબુભાઈ અસારી તેમજ ઉપ સરપંચ મનરેગા મેટ ભરતભાઇ ગામેતી, પ્રભુદાસ ગામેતી, કોમ્પ્યુટર ઑપરેટર રણજીત રાઠોડ, કારુભાઇ ભગોરા વગેરે એ સાથ સહકાર આપ્યો હતો અને વ્યક્તિગત સર્વે પુરો કર્યો હતો.

રિપોર્ટર : પ્રવિણસિંહ  જાડેજા, અરવલ્લી, 

Related posts

Leave a Comment