દાહોદમાં મહિલાઓ માટે ૫ દિવસીય ફળ અને શાકભાજી પરિરક્ષણ તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ

    નાયબ બાગાયત નિયામકની કચેરી, દાહોદ અને જે એન્ડ આર કોલેજ ઓફ એજ્યુકેશન, દાહોદના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૨ જૂનથી ૨૯ જૂન દરમિયાન ૫ દિવસીય ‘ફળ અને શાકભાજી પરિરક્ષણ તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમમાં કુલ ૪૬ મહિલા તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સામાન્ય અંદાજ મુજબ, લાંબા સમય સુધી બાગાયતી ઉત્પાદનોને સંગ્રહી રાખવાના પૂરતા સાધનો ન હોવાને કારણે અંદાજે ૩૦ ટકા જેટલો પાક/ઉત્પાદન બગડી જાય છે અને ઉપયોગમાં લઈ શકાતો નથી. આ પ્રકારનો બગાડ અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને પગભર કરવા માટે આ વિશેષ તાલીમ આપવામાં આવી હતી.

તાલીમ દરમિયાન સહભાગી બહેનોને પ્રાકૃતિક ખેતીના મહત્વ અને સ્વાસ્થ્યવર્ધક શુદ્ધ આહાર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ ઘરગથ્થું સ્તરે રોજગારી શરૂ કરી શકાય તે માટે વિવિધ પ્રકારના શરબત, ટોમેટો કેચઅપ, અથાણાં, ટૂટી-ફૂટી, જામ, જેલી, સીરપ, ગુલકંદ, મુરબ્બો, ચટણી તેમજ સુકવણી દ્વારા પાવડર અને ચિપ્સ બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. તાલીમના સફળ સમાપન બાદ તમામ બહેનોને પ્રમાણપત્રનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

 

Related posts

Leave a Comment