છોટાઉદેપુર,
છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર નગરના એસ.એફ. હાઈસ્કૂલ, મણીબેન કન્યા વિદ્યાલય અને ડોન બોસ્કો શાળા મળી જિલ્લા ના કુલ પાંચ જેટલા કેન્દ્રો ઉપર ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. ગુજકેટની પરીક્ષામાં 647 માંથી 202 જેટલા પરીક્ષાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં કન્યા વિદ્યાલયમાં ગુજકેટની પરિક્ષા આપવા આવેલ વિધાર્થીઓ અને સાથે આવેલ વાલીઓ પૈકી કેટલાય વિધાર્થીઓએ માસ્ક પહેરેલ ન હતું, તેમજ સોશીયલ ડિસ્ટન્સ પણ જળવાતું ન હોય અને સ્થળ પર હાજર પ્રેસકર્મીએ આ બાબતે પ્રિન્સિપાલને જાણ કરતા પ્રિન્સિપાલ અને તેમના સ્ટાફના અન્ય બે વ્યક્તિઓ દ્વારા પ્રેસ કર્મી સાથે અસભ્યતાપૂર્વક ગેરવર્તણૂક કરેલ હતી. મળતી માહિતી મુજબ પ્રેસકર્મીની રજૂઆત કર્યા પછીથી પાછળથી માસ્ક મંગાવવામાં આવેલ હતા.જો કોઈ કોરોના કેસ કન્યા વિદ્યાલયમાથી આવે તો એના માટે કોણ જવાબદાર ? કોરોના માટે સરકારી ગાઈડલાઈનની જાણકારી આપવા માટે આવેલ પ્રેસકર્મી સાથે અસભ્યતાપૂર્વક વર્તન કેમ કરવામાં આવ્યું ? જે સમજી શકાતું નથી.
રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર