સુરત જવા કઠોર ગામ ની અંદર થી જતો રસ્તો જનતા વાહનચાલક માટે બન્યો પરેશાન

 

સુરત,

હાલ અત્યારે ચોમાસા ની ઋતુ ચાલે છે ત્યારે કામરેજ તાલુકાના કઠોર ગામ થી ૫ જેટલા ગામ ને જોડતો રસ્તો લોકો માટે મોત નો કૂવો બની ગયો છે. વેલંજા, સાયણ, ઓલપાડ, અબ્રામા, મોટા વરાછા વગેરે ગામ ને જોડતો રસ્તો છે ત્યારે આ રસ્તા પર થી રોજ હજારો લોકો વાહનો અવર જવર કરે છે. રોડ ને અડી ને કેટલીક દુકાનો અને રહેણાક વિસ્તાર આવેલા છે તેથી સાંજ ના સમયે રોજ કેટલાય બાળકો લોકો અવર જવર કરે છે.
સોશ્યલ એકટીવિસ્ટ એ વધુ માં જણાવ્યુ હતુ કે લોકો માટે આ રસ્તો વર્ષો થી અનેક પ્રકારના પ્રશ્નો ઉભા કરી રહ્યો છે. લોડીંગ ગાડીઓ ટોલ ટેક્ષ બચાવ્વા કઠોર થી વાયા અંત્રોલી થઇ હાઈવે જવા આજ રસ્તા પર દરરોજ હજારો ની સંખ્યા માં નીકળે છે. સરકારી તંત્ર પણ રોજ આજ રસ્તા પર થી અવર જવર કરે છે પણ કોઈ ના ધ્યાન માં આવતુ નથી. રોડ રસ્તા પર અનેક પ્રકારના મોટા મોટા ખાડા પડી ગયા અને વરસાદી પાણી નો ભરાવો થાય છે. R.C.C રોડ તુટીને અંદર થી લોખંડ ના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. તેથી રોજ વાહનો ચાલકો માટે અકસ્માત અને સ્લીપ થતા જેવા અનેક પ્રકારના પ્રશ્નો જાહેર રસ્તાઓ પર જોવા મળી આવે છે.

રોજ હજારો લોકો માટે પડતી મુશ્કેલીઓ વચ્ચે સરકારી તંત્ર ક્યારે જાગશે.? રોડ રસ્તા ના કારણે આમ જનતા નો ભોગ ના લેવાય એ પહેલા વહેલી તકે કઠોર ગામ નો રસ્તો બનાવવા મા આવે અને દરોજ ને માટે લોકો ની સમસ્યા દૂર થાય એવી સરકાર પાસે સમસ્ત કઠોર ગામ ના લોકો ની માંગ છે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment