ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન શરૂ કરવામાં આવે છે. સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ અંતર્ગત દર વર્ષ “સ્વચ્છ સર્વેક્ષણ” ભારતના દરેક શહેરમાં હાથ ધરવામાં આવે છે

રાજકોટ,

તા.૨૦.૮.૨૦૨૦ ના રોજ સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ અંતર્ગત આજરોજ ભારત સરકાર દ્વારા વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી “સ્વચ્છ મહોત્સવ” પુરસ્કાર સમારોહ યોજવામાં આવેલ. આ સમારોહમાં કેન્દ્રના અર્બન અને હાઉસિંગ વિભાગના માન.મંત્રી હરદીપસિંહ પૂરીએ સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ના રેન્કિંગ અને એવોર્ડની ઘોષણા કરી હતી. આ અવસરે રાજકોટ વતી મેયર બિનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, ડેપ્યુટી કમિશનર બી.જી.પ્રજાપતિ, સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા અને પર્યાવરણ ઈજનેર નિલેષ પરમાર વિગેરે જોડાયા હતા. રાજકોટ શહેરને છઠ્ઠું સ્થાન મળ્યું છે. તથા કેન્દ્ર સરકાર દ્વારા બેસ્ટ “સેલ્ફ સસ્ટેઈનેબલ બીગ સિટી” એવોર્ડ પણ રાજકોટને આપવામાં આવેલ છે. સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ અંતર્ગત રાજકોટ શહેરને છઠ્ઠો ક્રમ અને એવોર્ડ મળવા બદલ મેયર બિનાબેન આચાર્યએ સફાઈ સૈનિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment