હિન્દ ન્યુઝ, અમદાવાદ
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવાની સંકલ્પનાને સાકાર કરવાની નેમ સાથે અમદાવાદ ખાતે આયોજિત ‘સ્વદેશોત્સવ 2025’નું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ.
સ્વર્ણિમ જાગરણ મંચ અને સ્વર્ણિમ ભારત વર્ષ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સ્વદેશોત્સવ 2025ના ઉદઘાટન સમારોહ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રીએ સ્વદેશી શક્તિના પ્રતીક સમી ‘સ્વાનુભૂતિ પ્રદર્શની’ ખુલ્લી મૂકી.
આ રાષ્ટ્રવ્યાપી એક્સ્પો તા. 5થી 9 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે. ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે આયોજિત આ મહોત્સવ જ્ઞાન, કલા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવાનો અવસર પૂરો પાડશે.
