ઠેબા ગામે શ્રી કે.જે. શાહ માધ્યમિક શાળા તેમજ ઠેબા તાલુકા શાળા ખાતે વિવિધ યોજનાઓ વિષે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ઠેબા ગામે શ્રી કે.જે. શાહ માધ્યમિક શાળા તેમજ ઠેબા તાલુકા શાળા ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ વિષે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. 

જેમાં દતક વિધાન, જુવેનાઈલ જસ્ટીસ એક્ટ, જુવેનાઈલ જસ્ટીસ રૂલ્સ અને પોક્સો એક્ટ ૨૦૧૨ વિષે તથા નશામુક્ત ભારત અભિયાનની વિદ્યાર્થીઓને સમજુતી આપવામાં આવી હતી. બાદમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ લીધા હતા.

Related posts

Leave a Comment