હિન્દ ન્યુઝ, ભરૂચ
ભરૂચના વાગરા તાલુકાના ખેડૂત જશવંતભાઈની પ્રાકૃતિક ખેતી સફળતા માત્ર આર્થિક લાભ નહીં, પરંતુ આસપાસના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત છે.
પ્રાકૃતિક ખેતી કરવા માગતા ખેડૂતોને જશવંતભાઈ 25 કિમી સુધી કોઈ એક્સ્ટ્રા ચાર્જ વિના પ્રાકૃતિક કૃષિ સંસાધનોની ડિલિવરી કરે છે; તેમજ બાયો ઈન્પુટ રિસોર્સ સેન્ટર પણ ધરાવે છે.
ખેડૂત જશવંતભાઈએ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અપનાવી બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર જેવા અન્ય પ્રાકૃતિક ઉપચારોનો ઉપયોગ કરીને ખેતી કરી છે.
