અમદાવાદ શહેરમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પેસેન્જરોના પરિવારજનોના DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયા ખૂબ ઝડપથી થઈ રહી છે

હિન્દ ન્યુઝ, અમદાવાદ

તા. 12 જૂનના રોજ અમદાવાદ શહેરમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પેસેન્જરોના પરિવારજનોના DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયા FSL અને NFSU ખાતે ખૂબ ઝડપથી થઈ રહી છે.

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પેસેન્જરોની ઓળખ વૈજ્ઞાનિક પદ્ધતિથી DNA સેમ્પલને મેચ કરાવીને કરાઈ રહી છે. રાજ્યમાં 36 DNA નિષ્ણાતો દ્વારા સતત 24 કલાક સેમ્પલ મેચિંગ માટેના પરીક્ષણો ચાલુ છે : FSLના ડિરેક્ટર એચ. પી. સંઘવી



રાજ્ય સરકારે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવારની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું.

* આર્મી, રેપિડ એક્શન ફોર્સ, NDRF-SDRF, પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો તત્કાલ બચાવ રાહતમાં જોડાઈ.

* કેન્દ્રીય એજન્સીઓની સમયસરની મદદથી કામગીરી વેગવાન બની.

* મુખ્યમંત્રીના સીધા દિશાદર્શનમાં આરોગ્ય, પોલીસ અને જિલ્લા પ્રશાસન સહિતના વિભાગો ખડેપગે સેવારત.

* ઇજાગ્રસ્તોની સારવાર માટે ગ્રીન કોરિડોર ઊભો કરાયો અને 100થી વધુ એમ્બ્યુલન્સની સેવાઓ લેવામાં આવી.

* સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને સિવિલ હોસ્પિટલ ખાતે 24X7 રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત.

* દુર્ઘટનાનો ભોગ બનેલા યાત્રીઓના સ્વજનો માટે રહેઠાણ અને વાહનવ્યવહાર સુવિધા ઊભી કરવામાં આવી.

* DNA પરીક્ષણ માટે 36 એક્સપર્ટ્સની સેવા ઉપલબ્ધ



અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક સેવાભાવી સંગઠનો દ્વારા સેવા પૂરી પાડવામાં આવી રહી છે.

ફોર સિઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેઈનમેન્ટ ગ્રૂપ દ્વારા આ ઘટનાની જાણ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ તેમજ કસોટી ભવનમાં બ્લડ સેમ્પલ માટે આવનારા લોકો માટે લીંબૂ શરબતની વ્યવસ્થા કરાઈ.



આ માત્ર વ્યવસ્થા નથી, માનવીય સંવેદનાની અભિવ્યક્તિ છે.

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનો માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમની સામે બેસવા માટે વિશેષ છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી.

Related posts

Leave a Comment