હિન્દ ન્યુઝ, વલસાડ
સાફલ્ય ગાથા
આપણુ ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત, વલસાડ જિલ્લો
પુસ્તકો વાંચીને ધરમપુરના મામાભાંજા ગામની મહિલા ખેડૂતો પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કર્યા
એક હેકટર જમીન પર સફેદ મૂસળીની ખેતી કરી આર્થિક રીતે પગભર બની અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી
રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો દર વર્ષે ભાવ પણ વધતો જતા ખેતી ખર્ચ વધતો જતો હતો અને નફો ઓછો થતો હતો

પરોપકારી ગણાતી સફળ પ્રાકૃતિક ખેતી માટે ખેડૂત મિત્રોએ ૧૨ સિધ્ધાંતોને સમજવા ખૂબ જ જરૂરી
મુખ્ય પાક માટે થતો ખર્ચ સહપાકોમાંથી લેવો અને મુખ્ય પાક બોનસના રૂપમાં મેળવવો તે જ સાચા અર્થમાં પ્રાકૃતિક ખેતી
દેશી ગાયના ૧ ગ્રામ છાણમાં ૩૦૦-૫૦૦ કરોડ સૂક્ષ્મ જીવાણુ જ્યારે વિદેશી ગાયના ૧ ગ્રામ છાણમાં ફક્ત ૭૮ લાખ સૂક્ષ્મ જીવાણુ
રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન અંતર્ગત વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા કપરાડા તાલુકાના મોટી પલસાણ ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેના જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર વિક્રમભાઈ માહલા દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી આપવામાં આવી સાથે સાથે કોમ્યુનિટી રિસોર્સ પર્સન એવા કાળુભાઈ ગાવીત દ્વારા પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતીના અનુભવો વિશે ખેડૂતોને માહિતી આપી જાગૃત કર્યા હતા.

વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન હેઠળ ધરમપુર તાલુકાના ખટાણા ગામે પ્રાકૃતિક ખેતી અંગેનો અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધરમપુર તાલુકાના આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર પ્રણોતીબેન પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે પ્રાથમિક માહિતી આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી થી અવગત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન અંતર્ગત પારડી તાલુકાના ગોઈમા ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ વલસાડ દ્વારા પ્રાકૃતિક અંગેની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પારડીના બ્લોક ટેકનોલોજી મેનેજર દિવ્યેશ પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી આપવામાં આવી તેમજ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ તે અંગેની વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી.

વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ અને બાગાયત વિભાગ દ્વારા વલસાડ તાલુકાના ચિંચાઈ ગામ ખાતે ખેડૂત શિબિર યોજાઇ હતી. જેમાં બાગાયતી પાકો અને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વલસાડ તાલુકાના બાગાયત અધિકારી ડો. વિશાલભાઈ ઘાડગે એ ખેડૂતોને બાગાયત ખેતી વિશે માહિતી આપી હતી તેમજ કેવલભાઈ બી પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી. એફપીઓના પ્રતિનિધિ કમલેશભાઈએ હાજર રહી ખેડૂતોને એફપીઓ બનાવવા અંગેની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો.



