અમદાવાદના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂત, અમિતભાઈ શાહ, તેમના પોતાના શબ્દોમાં જણાવી રહ્યા છે ફાલસાની ખેતી અને તેના મૂલ્યવર્ધન દ્વારા મેળવેલી અદભુત સફળતાની ગાથા

હિન્દ ન્યુઝ, અમદાવાદ

જાણો સફળ ખેડૂત  અમિતભાઈ શાહને!

જાણો કેવી રીતે તેમણે ફાલસાનો પલ્પ બનાવી, યોગ્ય પ્રોસેસિંગ અને બ્રાન્ડિંગ થકી માત્ર એક મહિનાની સીઝનમાં લાખો રૂપિયાનો નફો મેળવ્યો! તેમની આ સફર અને અનુભવ અન્ય ખેડૂત મિત્રો માટે ચોક્કસ પ્રેરણાદાયક બની રહેશે.

અમદાવાદના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી અમિતભાઈ શાહે સાબિત કરી દીધું છે કે ખેતીમાં મૂલ્યવર્ધન દ્વારા કેવી રીતે બમ્પર કમાણી કરી શકાય છે! 

તેઓ ફાલસાની ખેતી તો કરે જ છે, પરંતુ તેમણે બાગાયત ખાતાની સહાયથી પ્રોસેસિંગ યુનિટ સ્થાપી ફાલસાનો પલ્પ બનાવવાનું શરૂ કર્યું છે. જ્યાં બજારમાં ફાલસા ₹૧૫૦/કિલો વેચાય છે, ત્યાં અમિતભાઈ ‘ફાર્મ ફ્રેશ’ બ્રાન્ડ હેઠળ શુદ્ધ, પ્રિઝર્વેટિવ-મુક્ત પલ્પ બનાવી ₹૪૫૦/કિલોના ભાવે વેચી રહ્યા છે! 

આ મૂલ્યવર્ધન થકી તેઓ ફાલસાની માત્ર એક મહિનાની સીઝનમાં જ ₹૧૨-૧૩ લાખની કુલ આવક મેળવે છે, જેમાંથી ખર્ચ બાદ કરતાં ₹૮ લાખનો ચોખ્ખો નફો થાય છે! આ ખરેખર પ્રશંસનીય છે. 

અમિતભાઈ કહે છે, “વેલ્યુ એડિશન થકી સાદી ખેતી કરતા ખેડૂતમાંથી હવે હું મૂલ્યવર્ધન કરતો ખેડૂત બન્યો છું.” તેમની આ સફર અને સફળતા અન્ય ખેડૂત મિત્રો માટે પ્રેરણારૂપ છે. 

ચાલો, આપણે પણ સ્થાનિક ખેડૂતો દ્વારા ઉત્પાદિત મૂલ્યવર્ધિત ઉત્પાદનો અપનાવીએ અને તેમને પ્રોત્સાહન આપીએ. ઉનાળામાં ઠંડક અને સ્વાસ્થ્ય આપતા ફાલસાના પલ્પનો સ્વાદ જરૂર માણજો! 

Related posts

Leave a Comment