હિન્દ ન્યુઝ, અમદાવાદ
આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ‘મન કી બાત’ કાર્યક્રમમાં અમદાવાદની શાન એવી આપણી સાયન્સ સિટીનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો!
તેમણે જણાવ્યું કે કેવી રીતે સાયન્સ સિટી જેવી સંસ્થાઓ યુવાનોમાં વિજ્ઞાન અને નવીનતા પ્રત્યે ઉત્સાહ જગાવી રહી છે અને ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મદદ કરી રહી છે. 🔭🔬
સાયન્સ સિટી ખરેખર અદભુત છે! ભારતની સૌથી મોટી એક્વેટિક ગેલેરી 🐠, અદ્યતન રોબોટિક્સ ગેલેરી 🤖, વિશાળ નેચર પાર્ક 🌳 અને રોમાંચક IMAX 3D થિયેટર સહિત અહીં ઘણું બધું છે. સાથે જ, IIT ગાંધીનગર અને માઈક્રોન જેવી સંસ્થાઓના સહયોગથી ચાલતા STEM વર્કશોપ્સ હજારો વિદ્યાર્થીઓ 🎓 અને શિક્ષકોને પ્રેરણા આપી રહ્યા છે. ટૂંક સમયમાં એસ્ટ્રોનોમી, હ્યુમન બાયોલોજી અને ડિજિટલ ફ્યુચર પર નવી ગેલેરીઓ પણ આવી રહી છે! 🚀
વડાપ્રધાન દ્વારા મળેલું આ સન્માન સાયન્સ સિટીની મહેનત અને વિઝનને બિરદાવે છે.
