હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણીના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરએ સુચનો કરતાં જણાવ્યું કે, જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ અને લોકોમાં અવેરનેસ વધવાને લીધે અકસ્માતના બનાવોમાં ઘટાડો નોંધાયો છે ત્યારે જિલ્લામાં અકસ્માત સર્જાય તે પ્રકારનું સઘન આયોજન કરવા, Compensation to Victims and of HIT and Run Motor Accidents Scheme, 2022 અન્વયે ચાલુ માસમાં કરવામાં આવેલ કામગીરી, જિલ્લામાં થયેલા અકસ્માત અને તેના લીધે થયેલ ગંભીર ઈજાઓ અને માનવ મૃત્યુના આંકડાની સમીક્ષા, પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં આવેલ હાઈ-વે પર ઓવર સ્પીડમાં ચાલતા વાહનોનું સ્પીડ ગન દ્વારા એન્ડોર્સમેન્ટની કામગીરી, જિલ્લામાં આવેલા “માર્ગ અકસ્માત સંભવિત ક્ષેત્ર” અને “જાહેર સ્થળોએ” આર.ટી.ઓ. કચેરી દ્વારા ટીમ વાહન દ્વારા જન-જાગૃતિના કાર્યક્રમો યોજવા, આર.ટી.ઓ. દ્વારા ભારે માલ વાહક વાહનોમાં રેડીયમ – રીફલેકટર લગાવવાનું આયોજન કરવા નિવાસી અધિક કલેક્ટરએ સંબંધિત વિભાગને સુચના આપી હતી.
આર. ટી. ઓ. ઓફિસરએ સંબંધિત વિભાગો દ્વારા કરેલ કામગીરીના અહેવાલ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ઇ.ચા.પોલીસ અધિક્ષક અંશુલ જૈન સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
