હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી.
ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોનસોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલએ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ધારાસભ્ય દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલ જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, ઈ.ચા. પોલીસ અધિક્ષક અંશુલ જૈન, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, રિજિયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટીઝ અધિક કલેકટર ડી.એન. સત્તાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
