હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરમાં પ્રેરણાભૂમિ ખાતે ડૉ.આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના કાર્યક્રમમાં સહભાગી થયા હતા તથા બાબાસાહેબની પ્રતિમા સમક્ષ ભાવવંદના વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ડૉ.આંબેડકરના યોગદાન અને પરિશ્રમથી ઘડાયેલા બંધારણના સ્વીકારના 75મા વર્ષે આંબેડકર જયંતીના આજના અવસરને વિશેષ ગણાવ્યો હતો. તેમણે સમાનતા, ન્યાય અને આધુનિકતાના આધારે ભારતનું બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર બાબાસાહેબના વિચારોને જીવનમાં ઉતારીને સામાજિક સમાનતા સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાના ‘વિકસીત ભારત @ 2047’ માટે સતત પ્રયત્નશીલ રહેવા તથા પ્રતિબદ્ધ થવાનું આહવાન કર્યું હતું.
