જિલ્લાકક્ષાનો “ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન” બેટરી ટેસ્ટ કાર્યક્રમ ૧૧ અને ૧૨ માર્ચના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  

     સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ખેલ મહાકુલ ૩.૦ અંતર્ગત તાલુકા/ ઝોન અને જિલ્લાકક્ષા સ્પર્ધામાંથી વિજેતા થયેલ ક્રમ નં. ૧ થી ૮ માં જે અંડર ૯ અને ૧૧ વયજુથના ખેલાડીઓની પસંદગી કરવામાં આવેલ છે, તેવા ખેલાડીઓ માટે જ જિલ્લાકક્ષા ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન બેટરી ટેસ્ટ કાર્યક્રમનું આયોજન તા. ૧૧/૦૩/૨૦૨૫ ના રોજ બહેનો તેમજ તા. ૧૨/૦૩/૨૦૨૫ ના રોજ ભાઈઓ માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં અંદાજે ૫૦૦ જેટલા ખેલાડી ભાઈઓ અને ૫૦૦ જેટલા ખેલાડી બહેનો ટેસ્ટ આપવા માટે આવનાર છે. 

      આ પસંદગી પ્રક્રિયામાં જે ખેલાડીઓની પસંદગી થશે તે ખેલાડીઓએ રાજ્યકક્ષાએ ટેસ્ટ આપવાની રહેશે અને ત્યારબાદ રાજ્યકક્ષાની ટેસ્ટમાં પસંદગી થયેલ ખેલાડીઓને જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ મળશે. જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં ખેલાડીને પ્રવેશ મળ્યેથી તેમને રહેવા, જમવા ભણવા સાથે રમત ગમત ક્ષેત્રે તાલીમ સાથે તમામ જરૂરી સુવિધાઓ સરકાર તરફથી આપવામાં આવશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment